અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદ પરથી વિવિધ વાહનો મારફતે ઠલવાતા વિદેશી દારૂને ઝડપી પાડવામાં મહદંશે સફળ રહી છે બુટલેગરો અંતરિયાળ વિસ્તારોના માર્ગે વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બન્યા છે ઇસરી પોલીસે ફિલ્મીઢબે પીછો કરી ઇકો કારમાંથી વિદેશી દારૂની 10 પેટી ઝડપી પાડી મોટા કંથારીયાના બે બુટલેગરને દબોચી લીધા હતા દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરનાર બુટલેગર ફરાર થઈ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ઇસરી પીએસઆઈ કે.આર.દરજી અને તેમની ટીમે રેલ્લાવાડા ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતાં શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ઇકો કારને અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે કાર ફુલસ્પીડે હંકારી મુકતા પોલીસે ખાનગી વાહનમાં પીછો કરતા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા પોલીસ પીછો કરતા બુટલેગરોએ વાવકંપા નજીક દારૂ ભરેલી ઇકો કાર મૂકી પોલીસ પકડથી બચવા દોટ લગાવતા પોલીસે પીછો કરી બે બુટલેગરોને ઝડપી પાડી ઇકો કારની તલાસી લેતા કારમાંથી રૂ.59856/- નો વિદેશી દારૂ જપ્ત કરી ભિલોડા તાલુકાના મોટા કંથારીયા ગામના બુટલેગર બિપિન સાંજા ભગોરા અને દિનેશ સવા ડાભીને દબોચી લઇ વિદેશી દારૂ,કાર અને મોબાઈલ મળી રૂ.2.65 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારનું પાયલોટિંગ કરનાર અને દારૂ ભરાવનાર કાવા ભગોરા (રહે,મોટા કંથારીયા) અને રાજસ્થાન વીરપુર દારૂના ગોડાઉનમાંથી દારૂ ભરી આપનાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી