અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે માલવાવ પ્રાથમિક શાળા પાસે
દશેરાના પાવન પર્વ નિમિત્તે રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો હતો.નવી વસવાટના રહેવાસી નાના ભૂલકાઓ દ્વારા રાવણ બનાવેલો હતો.માનવ અમિતકુમાર ચૌહાણ, સાક્ષી અમિતકુમાર ચૌહાણ, ઓમ રાકેશભાઈ ડામોર, હિમાંશુ શૈલેષભાઈ રાઠોડ, વંશ જીતેન્દ્રભાઈ ભાટીયા સહિત નાના નાના ભુલકાઓએ અથાગ મહેનત કરીને સ્વખર્ચે રાવણનું પુતળુ બનાવી રાવણનું દહન કર્યું હતું.
વિશ્વકર્મા સમાજ અરવલ્લી જીલ્લા, પ્રમુખ રામઅવતારજી શર્મા (ભામાશા, ભિલોડા), ભિલોડા કાપડ એસોસિએશન પ્રમુખ કલ્પેશભાઈ ચૌહાણ, ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ જીત ત્રિવેદી, રમણલાલ ચૌહાણ, અમિત ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.નાના ભુલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
અરવલ્લી : ભિલોડા નવી વસવાટમાં રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -