18.9 C
Ahmedabad
Monday, February 10, 2025

અરવલ્લી : લકઝરી બસમાં 8.41 લાખના દાગીના સાથે બેઠેલ મુસાફર નીચે ઉતર્યોને ગઠિયો દાગીનાનો થેલો ભરી રફુચક્કર


લકઝરી બસના કેમેરામાં ગઠિયાઓએ ચૂનો લગાવી દઈ કરામત કરી ફરાર
રાજકોટનો વેપારી લકઝરી બસમાંથી વોશરૂમ જઈ પરત આવ્યો 8.41 લાખના ચાંદીના દાગીના ભરેલ થેલો ગાયબ થતા હોશ ઉડી ગયા
શામળાજી નજીક ટ્રાવેલ્સ બસમાં કારમાં ગેંગ ત્રાટકતી હોવાની ચર્ચા

Advertisement

શામળાજી નજીક આવેલી હોટલ આગળ ચા-નાસ્તા માટે હોલ્ટ કરતી લકઝરી બસમાં મુસાફરોના માલસામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થતા મુસાફરો, ટ્રાવેલ્સ બસના સંચાલકો અને હોટલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે મંગળવારે રાત્રે નાપડા ગામની સીમમાં KFC હોટલ નજીક ઉભી રહેલી લકઝરી બસમાંથી એક મુસાફરના થેલામાં રહેલ 8.41 લાખની 16 કિલોથી વધુ ચાંદીના પાયલની ચોરી થતા શામળાજી પોલીસ દોડતી થઇ હતી શામળાજી પોલીસે હોટલ પરિસરના કેમેરામાં કેદ થયેલ કારમાં આવેલા 3 શકમંદ ચોરની ઓળખ કરી લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

Advertisement

રાજકોટના સોની બજારમાં કે.જે.જવેલર્સ નામની દુકાન ધરાવતા કૌશિક જગદીશભાઈ ગગલાણી નામના જવેલર્સ રાજસ્થાન કોટાના સોનાના વેપારીઓએ આપેલ ઓર્ડર પ્રમાણે 8.41 લાખથી વધુની કિંમતના 16.662 કિલોગ્રામ ચાંદીના પાયલની ડીલેવરી આપવા રાજકોટ થી કોટા જવા સેમરીન ટ્રાવેલ્સની લકઝરી બસમાં કોટા જવા નીકળ્યા હતા લકઝરી બસના ચાલકે ચા-નાસ્તા માટે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર શામળાજી નજીક નાપડા ગામની સીમમાં ક્રિષ્ણા ફૂડ કોર્ટમાં લકઝરી ઉભી રાખી હતી કૌશિક ભાઈ વોશરૂમ જવા નીચે ઉતરતા જવેલર્સનો પીછો કરતી ગેંગ લકઝરી બસમાં લાગેલ કેમેરા પર ચુનો લગાવી બેગમાં કાપડની નીચે પ્લાસ્ટિકમાં રહેલા ચાંદીના દાગીના લઇ રફુચક્કર થતા વેપારી હોફાળો ફોફાળો બન્યો હતો શામળાજી પોલીસને જાણ કરી હતી

Advertisement

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ તેમની ટીમ સાથે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી લકઝરી બસના સીસીટીવી કેમેરા પર ચૂનો લગાડેલ જોઈ ચોકી ઉઠ્યા હતા હોટલના સીસીટીવી રેકોર્ડિંગ તપાસતા ત્રણ શકમંદ કાર સાથે જોવા મળતા પોલીસે વેપારીની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!