18.9 C
Ahmedabad
Monday, February 10, 2025

અરવલ્લી : કલેકટર પ્રશસ્તિ પારીકે 30 કરોડ ખર્ચ નિર્માણધીન ભિલોડા કોટેઝ હોસ્પિટલની મુલાકાત કરી નિર્માણ કાર્યની સમીક્ષા કરી


અરવલ્લી જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક ભિલોડાની કોટેઝ હોસ્પિટલની મુલાકાત દરમિયાન વિવિધ વિભાગોની મુલાકાત દરમ્યાન દર્દીઓ તેમજ નાનાં બાળકોની માતાઓ સાથે સંવાદ કર્યો હતો તેમના માનવ સહજ સ્વભાવથી દર્દીઓના ચહેરાઓ પર સ્મિત છવાયું હતું

Advertisement

ગુજરાત રાજ્ય સરકારની સતત ચાલી રહેલી વિકાસની ગાથામાં આવતીકાલની પેઢીની ચિંતા કરી ચોક્કસ ધ્યેય સાથે સમગ્ર દેશમાં સ્વસ્થતાની દિશામાં દરેકને જોડવાની પહેલ કરી રહી છે.આદિવાસી વિસ્તારમાં અનેક યોજનાઓ થકી સ્વસ્થ આરોગ્ય માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.તેના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં આરોગ્યની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અને આવનારા સમયમાં અનેક આરોગ્યલક્ષી સેવાઓ સરળ અને નવીન ટેક્નોલોજી સાથે મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત અંદાજિત 30 કરોડના ખર્ચથી અરવલ્લીના ભિલોડા ખાતે નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે.જેની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મુલાકાત લઈને નવીન બની રહેલ બિલ્ડીંગની કામગીરીની ચકાસણી કરીને સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા આ સાથે ભિલોડાની કોટેઝ હોસ્પિટલની મુલાકાત લીધી અને વિવિધ વિભાગોની મુલાકાત દરમ્યાન દર્દીઓ તેમજ નાનાં બાળકોની માતાઓ સાથે સંવાદ કરી મળતી સુવિધાઓ બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યાં હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!