અરવલ્લી જીલ્લા ઇન્ચાર્જ SP વિજય પટેલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા પોલીસતંત્ર બુટલેગરનો મનસૂબા પર પાણી ફેરવી રહી છે માલપુર પોલીસે સોમપુર ગામ નજીક સ્વીફ્ટ કારમાંથી 1.09 લાખના વિદેશી દારૂ સાથે ખેડાના ત્રણ બુટલેગરો અને અંધારવાડી રોડ પરથી અલ્ટો કારમાં વિદેશી દારૂની ખેપ મારતા જીતપુરના બુટલેગરને 16 હજારથી વધુના દારૂ સાથે દબોચી લીધો હતો ચારે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
માલપુર પીઆઈ એસ.ડી.માળી અને તેમની ટીમ તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી બુટલેગરોની વિદેશી દારૂની હેરાફેરી અને વેપલા પર બ્રેક મારતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે માલપુર પોલીસે 12 કલાકમાં બે કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળ રહી છે પોલીસે ટસ્કી નજીક વોચ ગોઠવતા સ્વીફ્ટ ડિઝાયર કારમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા સતર્ક બની કારને અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે પીછો કરતા સોમપુર નજીક આગળ પસાર થતી કારને સ્વીફ્ટ ડિઝાયર કારે ટક્કર મારતા અકસ્માત સર્જાતા દારૂ ભરેલી ઉભી રહી જતા પીછો કરતી પોલીસે કાર ચાલક સંજય નટુ તળપદા (રહે,કજોડા) કમલેશ દિનેશ તળપદા અને અર્જુન રમેશ તળપદા (બંને રહે,માંગરોલી-ખેડા)ને દબોચી લઇ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-590 કીં.રૂ.109850/- તેમજ કાર,મોબાઈલ મળી કુલ.રૂ.4.16 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર શંકર ઉર્ફે બાકરો ગરાસિયા (રહે,હિંમતપુર,બિછિવાડા-રાજ) સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અન્ય એક ઘટનામાં જીતપુર થી અંધારીવાડ રોડ પર વિદેશી દારૂ ભરેલી અલ્ટો કાર સાથે જેસીંગ ઉર્ફે કાળો ભગા મારીવાડ (રહે,જીતપુર)ને દબોચી લઇ રૂ.16800ની 84 બોટલ દારૂની જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ દારૂ મંગાવનાર જીતપુર ગામના રમણ લક્ષ્મણ મારીવાડ નામના બુટલેગર અને કારમાં દારૂ ભરી આપનાર રાજસ્થાન સરથુણાના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા