ભિલોડા તાલુકાના ગંભીરપુરા ગામ પાસે ગત રાત્રે બલેનો કાર ચાલકે પુરપાટ ઝડપે ગફલતબરી રીતે માંતેલા સાંઢની માફક બેદરકારી પુર્વક કાર હંકારતા ગાંધીનગરના પેઈન્ટર બાઈક ચાલક નું કરૂણ મોત નિપજતા પરિવારજનો હૈયાફાટ રૂદન કરતા હતા.મઉંટાંડાના બાઈક ચાલક ને ટક્કર મારતા બાઈક પર સવાર બે વ્યકિતઓ ના શરીર પર વત્તા-ઓછા પ્રમાણમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે કોટેઝ હોસ્પિટલમાં ખસેડાયા હતા.અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો કાર ચાલક કાર ધટના સ્થળે બિનવારસી કાર મુકીને પલાયન થઈ ગયો હતો.અકસ્માતના સમાચાર પ્રસરતા ધટના સ્થળે લોકોના ટોંળે ટોંળા એકત્રિત થઈ ગયા હતા.પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ ના જણાવ્યા મુજબ ગંભીરપુરા રોડ પર બલેનો કાર નંબર. G.J. 31. N. 4169 ના અજાણ્યા કાર ચાલકે પુરપાટ ઝડપે બેદરકારી પુર્વક કાર હંકારતા બાઈક નંબર G.J. 11. RR. 3903 ના ચાલક ગાંધીનગર ના પેઈન્ટર હનોકભાઈ શાતીલાલ લટા (આ.ઉં.વ. ૫૩) ને આગળથી ધડાકાભેર ટક્કર મારતા કરૂણ મોત નિપજ્યું હતું.કાર ચાલકે થોડેક આગળ મઉંટાંડા ગામના બાઈક ચાલકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક ચાલક સહિત તેની પાછળ બેઠેલા એક વ્યકિત ના શરીર પર વત્તા-ઓછા પ્રમાણમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે કોટેઝ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ગંભીરપુરા રોડ પર જીવલેણ અકસ્માત સંદર્ભે કરિશ્મા હનોકભાઈ લટા એ અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માતના બનાવ સંદર્ભે પી.એસ.આઈ – વી.ડી.રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે