ગોઘરા
પંચમહાલ લોકસભા બેઠકના ભુતપુર્વ સાંસદ અને ક્ષત્રિયનેતા પ્રભાતસિંહ ચૌહાણનું ટુંકી બિમારી બાદ અવસાન થયુ છે. આવતીકાલે તેમની સ્મશાનયાત્રા તેમના મહેલોલ ખાતેના નિવાસસ્થાનેથી રાખવામા આવી હોવાની વિગત સુત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.પંચમહાલની રાજનીતીના બાહુબલી અને કદાવર નેતા પ્રભાતસિંહ પાછલા દિવસોમા બિમારથી પીડાઈ રહ્યા હતા.મહેલોલની મુવાડી ગામમા સરપંચથી શરુ કરેલી રાજકીય કારકિર્દી સાંસદ સુધી પહોચી હતી. ભાજપમા જોડાયા બાદ તેઓ ધારાસભ્ય પણ બન્યા હતા,ગુજરાત સરકારમાં તેઓ રાજ્યમંત્રી અને કેબિનેટ મંત્રી પણ બન્યા હતા.ત્યારબાદ તેઓ બે વખત પંચમહાલ લોકસભા બેઠક માટે સાંસંદ બન્યા હતા.જોકે તેમને ભાજપ સાથે 2022ની ચુટણીમા છેડો ફાડી નાખ્યો હતો. અને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.તેઓ કાલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટીકીટ પરથી લડ્યા હતા.પણ તેમને પરાજય થયો હતો.
પંચમહાલ: લોકસભાના ભુતપુર્વ સાંસદ અને બાહુબલી નેતા પ્રભાતસિંહ ચૌહાણનું ટુકી બિમારી બાદ અવસાન
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -