અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પરથી નશાના સોદાગરો મોટા પ્રમાણમાં દારૂ સહીત નશીલા દ્રવ્યોની હેરાફેરી કરી રહ્યા છે શામળાજી વેણપુર નજીક એકસયુવી કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઇ સ્થળ પર કાર મૂકી ફરાર થઇ જતા શામળાજી પોલીસે બિનવારસી કારની તલાસી લેતા XUV કારમાંથી પ્લાસ્ટિકના મોટા કોથળા માં હેરાફેરી થતા પોશડોડાનો જથ્થો જોઈ ચોંકી ઉઠી હતી XUVમાંથી અધધ 422.170 કિલોગ્રામ જથ્થો જપ્ત કરી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી XUV કાર ની નંબર પ્લેટ નકલી લગાવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
શામળાજીના વેણપુર નજીક ગુરુવારે બપોરે XUV કારના ચાલકે રોડ પરથી પસાર થતા બાઈક ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જતા XUVનો ચાલક અકસ્માત સર્જી કારમાં પોશડોડાનો જથ્થો ભરેલ હોવાથી સ્થળ પર XUV મૂકી ફરાર થઇ જતા દોડી આવેલી શામળાજી પોલીસે બિનવારસી રોડ પર પડેલ XUV કારની અંદર શંકાસ્પદ પ્લાસ્ટિક ના થેલાઓ જોવા મળતા PSI દેસાઈને જાણ કરતા તાબડતોડ સ્થળ પર દોડી આવ્યા હતા અને તલાસી લેતા અંદર મોટા પ્રમાણમાં પોશડોડાનો જથ્થો ભરેલ હોવાથી એફએસએલને જાણ કરતા ટીમ સાથે પહોંચી પોશડોડા હોવાનું જણાવતા પોલીસે પ્લાસ્ટિક બેગમા ભરેલ અધધ 422.170 કિલોગ્રામ કીં.રૂ.1266510/- નો જથ્થો સહીત કુલ.રૂ.17.66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા XUV ચાલક સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા શામળાજી પોલીસ માટે બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ સર્જાયો હતો