ભિલોડા,તા. ૨૭
યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીની જન્મ ભૂમિમાં શિક્ષણ, સેવા, સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ ભાવના નું સિંચન કરતી શ્રી નવજીવન વિધાલય ટોરડા ના બાળ વૈજ્ઞાનિકો જીયા વી. પટેલ અને હેલી પી. પટેલએ પૂજ્ય એલ. એલ. ભટ્ટ હાઇસ્કૂલ, ભેટાલીમાં તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો હતો.ભિલોડા તાલુકાની 66 શાળાઓ પૈકી 55 શાળાએ ભાગ લીધો હતો.આ વર્ષની મુખ્ય થીમ સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી, વિભાગ-5 સબ થીમ (ગણનાત્મક ચિંતન-કંમ્પ્યુટર ના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા) માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવી હાઈસ્કૂલ પરીવાર, ટોરડા ગામ નું નામ રોશન કરેલ છે.ટોરડા હાઈસ્કૂલ ના આચાર્ય પિનાકીન એન. પટેલ , ટ્રસ્ટ્રીઓએ બાળ વૈજ્ઞાનિકો ને અભિનંદન પાઠવી જિલ્લા કક્ષામાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.