asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

પંચમહાલ : પાદરડી ખાતે વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ આપવામા આવી


શહેરા

Advertisement

પંચમહાલ જિલ્લા શહેરા તાલુકાના પાદરડી ગામે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં એન. ડી.આર.એફ ટીમ તથા મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યું ટ્રેનિંગ એકેડેમી/IHRDC, શહેરા દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

Advertisement

પંચમહાલ જીલ્લામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જળ હવામાન સંકટો, માનવ સર્જિત સંકટો ભુંકપ,પુર, વાવોઝોડુ,આગ લાગવાની ઘટના, સુનામી જેવી કુદરતી આપદાઓ સામે કેવી રીતે લડવુ તેના લઈને તાલીમ કાર્યક્રમ આપવામા આવી રહી છે. જેમા પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પાદરડી ગામ ખાતે આવેલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે એનડીઆરએફ બટાલીયન 6 અને મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યું ટ્રેનિંગ એકેડેમી/ આઈએચઆરડીસી શહેરા દ્વારા તાલીમ આપવાના એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા બચાવ કામગીરીના ઉપકરણો ની માહીતી આપવામા આવી હતી.સાથે સાથે કુદરતી આપદાઓ વચ્ચે કેવી રીતે આપણે પોતાનો બચાવ કરી શકે તેની પણ માહીતી આપવામા આવી હતી. સાથે વિદ્યાર્થીઓને કીટ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્મમા શાળા પરિવારના આચાર્ય,સ્ટાફગણ,એનડીઆરએફના અધિકારી દિપક બાબુ તેમજ જીએડીએમએના ચીફ કોર્ડીનેટર વિરલ કિશ્ચયન તેમજ મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યું ટ્રેનિંગ એકેડેમીના મનજીત વિશ્વકર્મા હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!