21 C
Ahmedabad
Tuesday, November 28, 2023

અરવલ્લી : મોડાસાના કોલીખાડ નજીક કારનું ટાયર ફાટતા ચાર વાહનો ધડાધડ એક સાથે ટકરાયા, બે ઈજાગ્રસ્ત, હાઇવે પર ટ્રાફિકજામ


અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મોડાસા-ધનસુરા હાઇવે પર વિચિત્ર અકસ્માત સર્જાતા ચાર વાહનોને નુકશાન થયું હતું કોલીખડ ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસ,જીપ અને અન્ય કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ચાર વાહનો વચ્ચે ટક્કર થતા હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો પોલીસ સ્થળ પર દોડી આવી ટ્રાફિક પૂર્વરત કરાવવા કવાયત હાથધરી હતી

Advertisement

મોડાસા-ધનસુરા હાઇવે સતત વાહનોની અવર-જવરથી ધમધમી રહ્યો છે સોમવારે બપોરના સુમારે કોલીખડ ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરથી પસાર થતા એસ્ટ બસ,જીપ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ચાર વાહનો ધડાકાભેર ટકરાતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા સદનસીબે અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતના પગલે ટ્રાફિક સર્જાયો હતો ટ્રાફિકજામમાં અનેક લોકો અટવાયા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!