મોડાસા શહેરના ઓધારી તળાવમાં ઇવનિંગ વોક માટે આવેલ યુવક પર રવિવારે કેટલાક અસામાજીક તત્ત્વોએ પજવણી કરી હુમલો કરી ફરાર થઇ જતા સમગ્ર ઘટનાના ભારે પડઘા પડ્યા હતા ટાઉન પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુન્હો નોંધી 6 હુમલાખોરને દબોચી લઇ ડોનગીરી કરવા નીકળેલ બે હુમલાખોર સાથે પોલીસ ઓધારી તળાવ પહોંચી સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું હતું પોલીસે રિકંસ્ટ્રક્શન કરતા આરોપીઓનું સરઘસ નીકળ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ટાઉન પોલીસની ત્વરિત કામગીરીની સરાહના કરી હતી ઓધારી તળાવમાં અડ્ડો જમાવતા અસામાજીક તત્ત્વોને આડકતરો મેસેજ આપ્યો હતો પોલીસની શખ્ત કાર્યવાહીથી અસામાજીક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો
મોડાસા ટાઉન પીઆઈઓ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે ઓધારી તળાવમાં વોકિંગ કરવા માટે નીકળેલા દેવાંગ ચંદ્રવદન પંડ્યા પર હુમલો કરનાર કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા દેવાંગ પડ્યા પર લોહિયાળ હુમલો કરનાર બે લુખ્ખાતત્ત્વો સાથે ટાઉન પોલીસ સાંજના સુમારે ઓધારી તળાવમાં પહોંચી રિકંસ્ટ્રકશ કરતા વોકિંગ કરવા આવેલા લોકો પણ અંચબિત બન્યા હતા 24 કલાક પહેલા ડોન બનવા નીકળેલ બે લબરમુછિયા યુવકોની હવા નીકળી ગઈ હતી ટાઉન પોલીસની ગુંડાગર્દી પર ઉતરી આવેલા લૂખ્ખાતત્વો સામેની શખ્ત કાર્યવાહીને લોકોએ આવકારી હતી મોડાસા ટાઉન પોલીસે સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરી અસામાજીક તત્ત્વોને આડકતરો ઈશારો કર્યો હતો કે ટાઉનમાં ડોન બનાવવાના સ્વપ્ન જોતા હોય તો ભૂલી જજો નહીં તો તમારું પણ સરેજાહેર સરઘસ નીકળી શકે છે