અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લાના માર્ગો પરથી દેશી-વિદેશી દારૂની અને નશીલા પદાર્થો ની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે ધનસુરા પોલીસે કીડી ગામ નજીકથી ક્રેટા કારમાંથી 266 કિલોગ્રામથી વધુનો પોશડોડાનો જથ્થો તેમજ પોશડોડા ભરેલ ક્રેટા કારનું પાયલોટિંગ કરતી વિટારા બ્રેઝા કારને ઝડપી પાડી બે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા પોશડોડાનો જથ્થો રાજસ્થાનના બાડમેરમાં આપવા નીકળ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું
ધનસુરા પીએસઆઈ એસ.જે.દેસાઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી કીડી ગામ નજીક વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ક્રેટા કારને અટકાવી તલાસી લેતા ક્રેટા કારમાં પોશડોડાનો જથ્થો જોઈ પોલીસ ચોકી ઉઠી હતી કારમાં રહેલ પોશડોડાનો 266.250 કિલોગ્રામ કીં.રૂ.798750/ નો જથ્થો જપ્ત કરી ક્રેટા કાર ચાલક ભીખારામ ઉર્ફે વિક્રમ હનુરામ જાટ (રહે,અણકીયા નોકડા,બાડમેર-રાજ) તેમજ પોશડોડા ભરેલ ક્રેટાનું પાયલોટિંગ કરતી વિટારા બ્રેઝા કારને પણ ઝડપી પાડી કાર ચાલક અશોક ધનારામ જાટ (રહે,કોસલુ,બાડમેર-રાજ)ને દબોચી લઇ પોશડોડા અને બે કાર મળી કુલ રૂ.23.08 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી નશાની હેરાફેરીમાં સંડોવાયેલ બંને આરોપીઓએ પોશડોડાનો જથ્થો રાજસ્થાનના બાડમેર પહોંચાડવાનો હોવાનો એકરાર કરતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી