ગોધરા
ગુજરાતમા યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સૌરાષ્ટ્રબાદ હવે મધ્ય ગુજરાતના પંચમહાલમાં હાર્ટએટેકનો કેસ બહાર આવતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. ગોધરા શહેરના કુવા મસ્જિદ પાસે રહેતા યુવકને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. દવાખાને સારવાર માટે જતા હાજર તબીબ દ્વારા યુવાનને મૃત જાહેર કરવામા આવ્યો હતો. મરણજનાર યુવાન પરિવારનો એકમાત્ર પુત્ર હતો. તેમની પત્નીએ દોઢ માસ પહેલા એક પુત્રને જન્મ આપ્યો હતો.
ગુજરાતમાં એક મહિનામાં ચિંતાજનક રીતે હાર્ટએટેકના બનાવો બની રહ્યા છે. પંચમહાલના ગોધરામા પ્રથમ કેસ આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.ગોધરા શહેરના કુવા મસ્જિદ પાસે આવેલા ૨૬ વર્ષીય યુવકનું તોફીક સાદિક મિયા મલેક હાર્ટ એટેકના કારણે મોત થયુ છે.ગોધરા શહેરના કુબા મસ્જિદ પાસે રહેતા ને ગઈકાલે અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તોફીક તિજોરી બનાવાના કારખાનામા કામ કરતા હતો તે વખતે અચાનક છાતીમાં દુખાવો થવા માડ્યો હતો.તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા.ત્યારે તબીબે શરીર ચેક કરતા તે મૃત્યુ પામ્યો હોવાનુ જણાવ્યુ હતુ. જેના પરિણામે પરિવારમાં શોકનુ મોજુ ફેલાઈ ગયુ હતુ. તોફીક સાદિક મિયા મલેક પરિવારના એકના એકપુત્ર હતો તેમના લગ્ન ના લગ્ન 2019 માં સાલેહાબાનુ સાથે થયા હતા,હાલમાં દોઢ માસ પહેલા જ તેમની પત્નિ એ પુત્ર અઝાનને ને જન્મ આપ્યો હતો.તોફીકના જનાજામાં મોટી સંખ્યાંમા મુસ્લિમ અગ્રણીઓ જોડાયા હતા.અને તેની દફનવિધી કરવામા આવી હતી