અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલ વિદેશી દારૂની હેરાફેરી અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે કટિબધ્ધ છે ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાનો અમલ કરવા પોલીસતંત્ર પણ ખડેપગે હોય છે.
આંબલીયારા પોલીસ મથકના રમોસ ગામે વિદેશી દારૂનો વેપાર થઈ રહ્યો છે અને દિવાળીના તહેવારોમાં વેપાર કરવા માટે મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે તેવી બાતમીના આધારે આંબલીયારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે જેતાવત અને તેમની ટીમે રમોસ ગામની સીમમાં આવેલી ઈરીગેશનની ઓરડીમાં ત્રાટકી વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ બોટલ નંગ 547 જેની કિંમત રૂપિયા 66 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ સ્થળ ઉપરથી હાજર મહિલા બુટલેગર કમીબેન લાલાભાઇ ઠાકોર રહે. અલાણાની ધરપકડ કરી અન્ય બે આરોપી ભાઈઓ અશોક દેવીપુજક અને મહેશ દેવીપુજક રહે. રમોસ સ્થળ પરથી ફરાર થઈ જતાં તેમને ભાગેડુ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
અરવલ્લીઃ રમોસ ગામે ઇરિગેશનની ઓરડીમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલ નંગ 547 સાથે એક આરોપીને દબોચ્યોઃ બે ફરાર
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -