39 C
Ahmedabad
Saturday, May 18, 2024

Shocking : હાર્ટ એટેક મોડાસાના વધુ એક હોનહાર યુવકને ભરખી ગયું, તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટના સુપ્રિટેન્ડેન્ટ ઓસ્ટીન પલાતનું હૃદય બેસી ગયું


 

Advertisement

અરવલ્લી જીલ્લા સહીત ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે હૃદયરોગના હુમલામાં યુવાનો ટપોટપ મોતને ભેટી રહ્યા છે કોરોના સંક્રમણ પછી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે યુવાનો કસરત કરતા, ગરબા રમતા, ડાન્સ કરતા કે રમતા રમતા કે પછી પરિવારજનો કે મિત્રો સાથે વાતો કરતા કરતા ઢળી પડે છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં એક મહિનામાં 10 વ્યક્તિઓનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે મોડાસા શહેરની તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટના સુપ્રિટેન્ડેન્ટ ઓસ્ટીન પલાતનું હાર્ટ એટેકથી સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો સહીત સગા-સબંધીઓએ હોસ્પિટલમાંઆક્રંદ કરી મૂક્યું હતું
તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટ સ્ટાફમાં ભારે શોકગની છવાઈ હતી

Advertisement

મોડાસા શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકિનિકલ સ્ટડીઝના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા યુવાન ઓસ્ટીન પલાત સોમવારે રાત્રે જમીને પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરી રહ્યા હતા અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા શહેરની ખાનગી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મિત્ર સાથે ચેક કરાવવા ગયા હતા તબીબે હાર્ટ એટેક હોવાનું જણાવી સારવાર ચાલુ કરી હતી ચાલુ સારવાર દરમિયાન અચાનક સવારે ઓસ્ટીન પલાતનું હૃદય બેસી જતા મોત નિપજતા તબીબોએ ભારે મહેનત કર્યા બાદ પણ હૃદય ફરીથી ધબકતું ન થતા તબીબોએ મૃત જાહેર કરતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું મિત્ર વર્તુળ પણ હાર્ટ એટેકથી મોતના પગલે આઘાતમાં સરી પડ્યા હતા ઓસ્ટીન પલાતનું મોત થતા તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકિનિકલ સ્ટડીઝના ટ્રસ્ટીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સ્ટાફ પરિવારે સભ્ય ગુમાવતા સ્ટાફમાં અને સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું

Advertisement

મોડાસા શહેરમાં રહેતા અને તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકિનિકલ સ્ટડીઝમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હોનહાર યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા યુવાનો સહીત શહેરીજનોમાં હાર્ટ એટેકમાં મોત નિપજાવાની ઘટનામાં વધારો થતા ચિંતિત બન્યા છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં દરરોજ 5 જેટલા લોકો હૃદયરોગની સારવાર માટે હોસ્પિટલોમાં પહોંચી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!