અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સૈફાલી બરવાલના વિદેશી દારૂની હેરાફેરીની પ્રવૃત્તિને ડામવા માટે કડક સૂચના પછી પોલીસતંત્ર પણ આવી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કટિબદ્ધ છે.
સોમવારના રોજ સાઠંબા પોલીસને બાતમી મળી હતી કે એક લક્ઝરીયસ કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હેરફેર થવાનો છે જેથી સાઠંબા પોલીસે નાકાબંધી કરી શંકાસ્પદ xuv 500 કારને રોકવાની કોશિશ કરતાં કાર ચાલકે કારને ભગાડી મૂકતાં સાઠંબા પોલીસે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી આતરવાનો પ્રયાસ કરતાં બુટલેગરે પોલીસની ગાડીને ટક્કર મારી પલટી ખવડાવી દઈ ભગાડી મૂકતાં સાઠંબા પોલીસે બાયડ પોલીસને જાણ કરતાં સામે આવતી બાયડ પોલીસની ગાડીને પણ બુટલેગરની xuv 500 એ ટક્કર મારી હતી પરંતુ યેનકેન પ્રકારે સતર્ક પોલીસે બુટલેગર અને કારને આંતરી અંદર તપાસ કરતાં અંદરથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની પેટી નંગ. 35 બોટલો નંગ. 1200 જેની કિંમત રૂપિયા 1.80 લાખ અને કાર મળી કુલ રૂપિયા 6.80 લાખના મુદ્દામાલ સાથે બુટલેગર કાંતિ ડામોર રહે. ખેડા ફળિયું, ડિંટવાસ તા. કડાણા જી. મહિસાગરની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ બાયડ પોલીસ મથકે ગુનો નોંધી વાૅન્ટેડ આરોપી દિપક ચૌહાણ રહે. બુટિયા તા. માલપુરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી દીધા