જિલ્લા નાયબ વન સંરક્ષક સુધી રજૂઆતો બાદ પણ ન્યાય નહિ મળતાં સ્થાનિકો ખફા
વિજયનગર તાલુકા સ્થાનિક કોન્ટ્રાક્ટર મંડળ દ્વારા
આજરોજ પોતાના વન વિભાગના કામોના ટેન્ડર પ્રમાણપત્રો નહિ મળવાના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપી તપાસની માંગ કરી છે.
મામલતદાર કચેરીએ આજરોજ આપવામાં આવેલ આવેદનપત્રમાં તાલુકાના સ્થાનિકો કે જેઓ જંગલ વિભાગના નાના મોટા કામો રાખીને જીવન નિર્વાહ કરે છે એવા સ્થાનિકોની રજુઆત છે કે આ વિસ્તારમાં વન વિભાગમાં નિવિદા નં ૪ અને ૨૦૨૩-૨૪માં સ્થાનિક કોન્ટ્રેટોરો ને સ્થળ નિરીક્ષણ અંગે પ્રમાણપત્ર નહિ આપીને અન્યાય કર્યો છે.
આ મુદ્દે જિલ્લા કલેકટરને તેમજ જિલ્લા નાયબ વન અધિકારીને રજૂઆત બાદ પણ ન્યાયિક નિર્ણય નહીં સ્થાનિક મજુર મંડળ અને કોન્ટ્રાક્ટર મંડળે આ અન્યાય સામે જંગ છેડયો છે આજે આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ અહીં ગુજરાત સરકારના પરિપત્રનું પણ ઉલ્લંઘન થતું હોઈ આ મુદ્દે તપાસ ની માંગ ઉઠાવાઈ છે અને અગાઉ જિલ્લા નાયબ વન સંરક્ષક સુધી રજૂઆતો બાદ પણ ન્યાય નહિ મળતાં સ્થાનિકો ખફા થયા છે.જેને લઈને તાલુકાની રેન્જ ઓફિસને તાળા બાંધી કરવાની ફરજ પડશે એમ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે