ગુજરાત રાજ્યમાં અધિકારીઓ,કર્મચારીઓ અને વચોટિયા દલાલો ભ્રષ્ટાચાર કરવામાં કચાશ રાખતા નથી સતત લાંચિયા અધિકારીઓ અને કર્મીઓ એસીબીના છટકામાં સપડાવા છતાં સુધરતા નથી ધનતેરસના દિવસે અમદાવાદ રખિયાલ ડિવિઝન-1 માં ફરજ બજાવતો સી.જી.એસ.ટી ઇન્સ્પેક્ટર અરવિંદ કુમાર લખેન્દ્ર સીંહને આંબાવાડી જીએસટી ભવન પાસે દોઢ લાખ રૂપિયાની લાંચની રકમ લેતો અમદાવાદ ગ્રામ્ય એસીબીએ છટકું ગોઠવી દબોચી લેતા લાંચિયા અધિકારીના મોતિયા મરી ગયા હતા
અમદાવાદ શહેરમાં ટેક્ષ કન્સલ્ટન્ટ નું કામ કરનાર ટેક્ષ કન્સલ્ટન્ટને તેમના ક્લાયન્ટને વર્ષ-2015-16 અને 2016-17 સર્વિસ ટેક્ષ નહી ભરેલ હોવા અંગે ઓગસ્ટ મહિનામાં બે નોટિસ મળતા આ અંગે સીજીએસટી વિભાગે ટેક્ષ નહીં ભરનાર કરદાતાને હીયરીંગ માટે બોલાવતા ટેક્ષ કન્સલ્ટન્ટ તેમના ક્લાયન્ટ માટે હિયરીંગમાં હાજર રહ્યા હતા અને તેમના ક્લાયન્ટને કોઈ ટેક્ષ ભરવાનો થતો ન હોવાનો રજુઆત કરી લેખિતમાં જવાબ પણ આપ્યો હતો તેમ છતાં સી.જી.એસ.ટી ઇન્સ્પેક્ટર અરવિંદ કુમાર લખેન્દ્ર સીંહે રૂ.15,00,000/- ટેક્ષ ભરવાનો થતો હોવાનું જણાવી ના ભરવો હોય તો ૧૦% લેખે ૧,૫૦,૦૦૦/- ની માગણી કરતા ટેક્ષ કન્સલ્ટન્ટ ચોંકી ઉઠ્યા હતા અને લાંચિયા અધિકારી સબક શીખવાડવા
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી નો સંપર્ક કરતાં એસીબી ઇન્સ્પેકટર
એસ.એન.બારોટ અને તેમની ટીમે છટકું ગોઠવી આંબાવાડી સીજીએસટી ભવન પાસે ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા અરવિંદ કુમાર લખેન્દ્ર સીંહેને દબોચી લીધો હતો