20 C
Ahmedabad
Friday, January 17, 2025

EXCLUSIVE : કાજુ કતરીના નામે કાજુ સાથે સીંગદાણાની પેસ્ટનો બેફામ ઉપયોગ,અરવલ્લીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આંખો બંધ કરી


કાજુ કતરીમાં કાજુના નામે સીંગદાણાના અને ચાંદીની વરખના બદલે એલ્યુમિનિયમની વરખના પૈસા ખંખેરતા લેભાગુ વેપારીઓ
કાજુ કતરી કે અન્ય મીઠાઈઓ ખરીદી કર્યા બાદ વેપારી પાસે પાકુ બિલ માંગો જેથી કરી ભેળસેળીયા વેપારીઓમાં ડર રહે…!!

Advertisement

Advertisement

દેશભરમાં દીપાવલીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આ અવસરે પૂજાની સાથે ઘરને શણગારવાની અને એકબીજાનું મોં મીઠું કરાવવાની પ્રથા ઘણી જૂની છે.દિવાળી તહેવારમાં મીઠાઈ-ફરસાણમાં ભારે મિલાવટ થઇ રહી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ફળતાના પગલે ભેળસેળીયા માફિયાઓને છુટ્ટોદોર મળી ગયો હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે

Advertisement

Advertisement

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં માલેતુજાર પરિવારો મીઠાઈમાં કાજુ કતરીને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે કાજુ કતરીમાં કેટલાક લેભાગુ વેપારીઓ સીંગદાણા ની પેસ્ટ સાથે થોડી માત્રામાં કાજુ અને એસેન્સ નાખી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની સાથે પૈસા ખંખેરી રહ્યા છે મોડાસા નગરપાલિકા તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ ખાનાપૂર્તિ કામગીરી કરી રહી છે ત્યારે ભેળસેળીયા વેપારીઓ સામે શખ્ત કાર્યવાહી હાથધરવામાં આવેની માંગ પ્રબળ બની છે કાજુ કતરી પર ચાંદીની વરખ પણ ડુપ્લીકેટ લગાવવામાં આવતા કેન્સર અને ચામડીના રોગને આમંત્રણ આપી રહી છે

Advertisement

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં દિવાળી પર્વમાં મીઠાઈ-ફરસાણનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે બજારમાં મોટા પ્રમાણમાં હલકી કક્ષાની મીઠાઈ-ફરસાણ ઠલવાઇ હોવાની સાથે ભોળી પ્રજાને લેભાગુ વેપારીઓ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની સાથે છેતરપિંડી કરી રહ્યા છે મોડાસા શહેરમાં ઠેર ઠેર કાજુ કતરી વેચાણ થઇ રહ્યું છે કાજુ 800 રૂપિયે કિલો બજારમાં મળી રહ્યા હોવાની સામે સીંગદાણાનો કિલોનો ભાવ 200 રૂપિયાની આસપાસ હોવાથી કાજુ કતરીમાં કાજુની સાથે સીંગદાણાની પેસ્ટ અને એસેન્સ નાખી લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો હોવાની બૂમો ઉઠી છે જીલ્લામાં હલકી ગુણવત્તા અને બિન આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનું કરોડો રૂપિયાનું વેચાણ થઇ રહ્યું છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાનાપૂર્તિ માટે સેમ્પલ લઇ સંતોષ માની રહ્યું છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!