દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે આ વચ્ચે દુકાનોની બહાર નાના વેપારીઓ અને રેકડી પર રોજીરોટી મેળવતા વેપારીઓ ઠેર ઠેર જોવા મળતા હોય છે પણ કેટલીક વાર વ્યવસ્થાના અભાવે આવા લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે જોવા મળી હતી. બાયડ નગરમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતા રસ્તાની બાજુમાં ચાલતા સ્ટોલ અને રેકડીઓને હટાવવા પોલિસ પહોંચી હતી, જોકે આ અંગે જાણ થતાં જ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દોડી આવ્યા હતા, તેમણે કહ્યું કે, લોકોને હેરાન-પરેશાન કરવાના બંધ કરો. દિવાળીના સમયમાં રોજગાર ધંધો નહી કરે તો ક્યારે કરશે.
બાયડ બજાર માં દિવાળી નિમિતે વેપારીઓ નાના સ્ટોલ કરી સીઝનલ ધંધો કરતા હતા તેઓ ના સ્ટોલ બંધ કરાવાની કાર્યવાહી થતી હોવાની જાણ બાયડ ના લોકલાડીલા પ્રજાસેવક ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ ને થતા તેઓ એ તાત્કાલિક ત્યાં દોડી આવી કાર્યવાહી બંધ કરાવી અધિકારી ને વાત કરી અને નાના વહેપારી જે દિવાળી ના પાવન પર્વે ધંધો કરી તહેવાર કરવા માંગતા તેઓ ની દિવાળી ના બગડે તે માટે સુખદ સમાધાન કરાવી આપ્યું હતું.
એકબાજુ વોકલ ફોર લોકલ માટે સરકાર પ્રચાર પ્રસાર કરી રહી છે તો બીજી બાજુ તંત્ર દ્વારા રેકડી તેમજ પાથરણાવાડાઓને હટાવતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આવા લોકોને અવાજ બન્યા હતા.