દર વર્ષની જેમ આજે પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લા દ્વારા શિક્ષકોના આર્થિક સહયોગ થકી દિવાળી તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને મિઠાઈ અને ગોળનું વિતરણ કરવામાં આવ્યું.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના અધ્યક્ષશ્રી માનનીય ભીખાભાઈ પટેલ ની પ્રેરણાથી અરવલ્લી જિલ્લા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ ભગીરથ કાર્ય કરવામાં આવે છે. શૈક્ષિક મહાસંઘ એ રાષ્ટ્રહિત, શિક્ષણ હિત, શિક્ષક હિતમાં સદૈવ અગ્રેસર રહી આવા રચનાત્મક કાર્યો કરતું હોય છે. આ મિઠાઈ અને ગોળ વિતરણ માટે જિલ્લાના શિક્ષકો આર્થિક સહયોગ આપે છે અને આ ભગીરથ કાર્યમાં સહભાગી બને છે.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી શાંતાબેન પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતે પણ આર્થિક સહયોગ આપી વિતરણ કાયૅમાં જોડાયા હતા.
મોડાસા તાલુકા ટીચર્સ મંડળીના ચેરમેનશ્રી વરુણભાઈ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાના મહામંત્રી પ્રજ્ઞેશભાઈ, સંગઠનમંત્રી જતિનભાઈ, ઉપાધ્યક્ષ ભાવેશભાઈ, કોષાધ્યક્ષ રવીન્દ્રભાઇ, રાજ્ય પ્રતિનિધિ સુનિલભાઈ, મોડાસા તાલુકાના અધ્યક્ષ રિતેશભાઈ મહામંત્રી ધર્મેશભાઈ, માલપુર તાલુકાના મહિલા મંત્રી ઈલાબેન તથા આર્થિક સહયોગી પ્રતિકભાઈ ભાવસાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ભગીરથ કાર્યમાં સહયોગ આપનાર તથા વિતરણ પ્રસંગે ઉપસ્થિત રહેનાર સૌનો અરવલ્લી જિલ્લાના અધ્યક્ષ મિનેષભાઈ પટેલે આભાર માન્યો હતો