કાળી ચૌદશના હનુમાનજી-શનિ મહારાજ, મહાકાળી, ક્ષેત્રપાળ-ભૈરવની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે. કાળી ચૌદશે હનુમાનજીના મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા
અરવલ્લી જીલ્લામાં આવેલ હનુમાનજી દાદાના મંદિરોમાં શનિવાર અને કાળી ચૌદશના શુભગ સમન્વય સર્જાતા લાખ્ખો શ્રદ્ધાળુઓ દર્શન માટે વહેલી સવારથી મોડી રાત્રી સુધી ઉમટી પડ્યા હતા મોડાસાના સાકરીયા ગામે આવેલ સુપ્રસિદ્ધ સુતેલા સાકરીયા હનુમાન મંદિરે દર વર્ષ ની માફક કાળી ચૌદશના હજ્જારોની સંખ્યામાં હનુમાન ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્ય બન્યા હતા સમગ્ર મંદિર પરિસર રોશનીથી સુશોભિત કરતા ઝળહળી ઉઠ્યું હતું
સમાચારોની કોપી કરવી નહીં… કાયદેસરની કાર્યવાહી કરાશે….
Advertisement
મોડાસા શહેરમાં આવેલ હનુમાન મંદિરો સહીત જીલ્લાભરના મંદિરોમાં શનિવારે મોડી રાત્રી સુધી ભક્તો મંદિરમાં હનુમાન દાદાની આરાધના કરી હતી સાકરીયા હનુમાન મંદિર અને દલીલપુરમાં ભક્તો દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી કાળી ચૌદશ અને શનિવાર એક જ દિવસે હોવાથી ભક્તોમાં આનંદ છવાયો હતો જીલ્લાના તમામ મંદિરોમાં ભક્તોનો વહેલી સવારથી જ ધસારો જોવા મળ્યો હતો સાકરીયા હનુમાન દાદાની અલભ્ય મૂર્તિ સુતેલી મુદ્રામાં હોવાથી ભક્તોમાં અનોખું આકર્ષણ પેદા કરે છે દર્શનાર્થે પહોંચેલા ભક્તોને પ્રસાદી રૂપે હજ્જારો કિલો બુંદી વહેંચવામાં આવી હતી કાળી ચૌદશે ભક્તો દ્વારા સાકરીયા હનુમાન મંદિરમાં સિદ્ધ કરેલ કાળા દોરા અને તાવીજ લેવા માટે ભારે ધસારો રહ્યો હતો
હિન્દુ તહેવારોમાં કાળી ચૌદશનું મહત્વ વાંચો
શાસ્ત્રવિદોના મતે કાળી ચૌદશે શક્તિના કાળી રૂપને પૂજવામાં આવે છે તેમજ આ દિવસ તંત્ર-મંત્રની ઉપાસના માટે ઉત્તમ ગણવામાં આવે છે. આજના દિવસે અનેક લોકો ઘરમાંથી કકળાટ કાઢે છે એવું કહેવામાં આવે છે કે આજના દિવસે કરેલી મંત્ર-તંત્રની પૂજામાં ઘણી શક્તિ છે અને તેનાથી વ્યક્તિમાં આંતરિક શક્તિનો સંચાર થાય છે. અનેક લોકો દ્વારા આંખમાં આંજણ લગાવવામાં આવે છે.આ પાછળની માન્યતા એવી છે કે કાળી ચૌદશે આંખમાં આંજણ લગાડનારી વ્યક્તિ આખા વર્ષ દરમિયાન કોઇનાથી છેતરાતો નથી. કાળી ચૌદશ-શનિવારનો સંયોગ તંત્ર ઉપાસકો માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે મંત્રસિદ્ધિ, યંત્રસિદ્ધિની સાધના થાય છે. કાળી વસ્તુ અને કાળા વસ્ત્રનું દાન આ દિવસે ઉત્તમ ગણાય છે.