6 મહિના પહેલા થયેલી દુર્ઘટના છતાં નીયમોની ઐસી કી તૈસી કરતા વેપારીઓ પર અધિકારીઓની ચૂપકિદી..!!!
બે દિવસ પહેલા ઉચ્ચ અધિકારીની ગાડી કલાકો ઊભી રહી હતી,,, ગાડી કેમ ઊભી હતી તે સવાલ
અધિકારીઓના આશીર્વાદથી ધમધમતા ફટાકડા ગોડાઉન અને દુકાનો, રામદેવ ફટાકડા સંચાલકે નિયમો નેવે મુક્યા
ચિટ્ઠી વ્યવહાર કરી સરકારને લાખોનો ચુનો ચોપડી દીધો…!!!
પૈસા પૂરા લેવાના.. બિલ પર નામ, નંબર કે આઈટમ લખવાનું ટાળતો વેપારી
દિવાળીનો સમય ચાલી રહ્યો છે ત્યારે હાલ ફટાકડાનું વેચાણ પણ પુરજોશમાં વધી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક છ મહિના પહેલા ફટાકડાના ગોડાઉમાં બનેલી ઘટનાના શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો નિયમ કરતા વધારે જથ્થો હોવાની રાવ હજીરા વિસ્તારમાં આવેલ રામદેવ મેઘા માર્ટ ફટાકડા શો રૂમ માં ઉઠવા પામી છે, એક જાગૃત નાગરિકે આ અંગે કલેક્ટરમાં અરજી કરી હોવાની પણ વિગતો મળી છે. તો બીજી બાજુ ફટાકડાના દુકાનદાર કાચી ચિઠ્ઠી વ્યહાર કરીને સરકારને લાખોનો ચુનો ચોપડતા હોય તેવું સ્પષ્ટ લાગે છે. એક ગ્રાહક ફટાકડા ખરીદવા માટે ગયા હતા તો વેપારીએ ચિઠ્ઠીમાં ન કોઈ નામ લખ્યું છે કે, ન કોઈ ઈનવોઈસ નંબર એટલું જ નહીં અહીં કોઈ જ આઇટમનો ઉલ્લેખ કર્યો નથી.
એટલું જ નહીં બે કે ત્રણ દિવસ પહેલા એટલે કે, 8 નવેમ્બરના રોજ રાત્રીના સમયે એક ઉચ્ચ અધિકારીની ગાડી અહીં ફરતી હતી અને વેપારી સાથે દુકાનની બહાર વાટાઘાટો ચાલતો હતો અહીં અધિકારી હતા કે નહીં તે કહેવું મુશ્કેલ છે પણ ઉચ્ચ અધિકારીના ગાડી ચોક્કસ થી હતી. લોકોમાં ચર્ચાઓ એ પણ ચાલી હતી કે, જો રાત્રિના સમયે તપાસમાં આવ્યા હોય તે સારી બાબત છે પણ કંઈક રંધાય તો ખોટું છે.
દુકાનમાં ફટાકડાનો જથ્થો નિયમ કરતા વધારે હોવાની રાવ પણ ઉઠવા પામી હતી, કલેક્ટર કચેરી ખાતે અરજી થવા છતાં પણ હજુ સુધી તપાસના નામે કંઈ જ ન થતાં હવે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. લાલપુર કંપા નજીક બનેલી ઘટના સર્જાય તો જવાબદારી કોની ? શું તંત્ર જવાબદારી લેશે કે નહીં ? એટલું જ નહીં ચિઠ્ઠી વ્યવહારને લઇને હવે જી.એસ.ટી. વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.