અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે જીલ્લા પોલીસતંત્રને પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે કડક સૂચનાના પગલે પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરતા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે પોલીસે આંતરરાજ્ય સરહદો પરથી ઠલવાતા વિદેશી દારૂના જથ્થા પર બ્રેક મારવામાં મહદંશે સફળ રહેતા બુટલેગરોએ હવે વિદેશી દારૂ ઘુસાડવા સરકારી એસટી બસ અને ખાનગી લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં ખેપિયાઓ મારફતે વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે ત્યારે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસમાં દારૂની ખેપનો પર્દાફાશ કરી લકઝરી બસ ચાલક સહીત ત્રણ ખેપિયાને દબોચી લઇ 42 હજારનો દારૂ જપ્ત કરી ત્રણેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને વી.ડી.વાઘેલાએ તેમની ટીમ સાથે દિવાળીના તહેવારોમાં વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા રતનપુર ચેકપોસ્ટ પર નકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા ક્રિષ્ણા ટ્રાવેલ્સ લખેલી બસમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત લકઝરી બસ આવતા અટકાવી તલાસી લેતા ડ્રાઇવર સીટ ઉપર આવેલ ઝૂલા પરથી કાલા થેલામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ-પાઉચ નંગ-137 કીં.રૂ.42630/-નો જથ્થો જપ્ત કરી ડ્રાઇવર લોકેશ બાબુલાલજી ખોઈવાલ તેમજ સુનિલ કેસરીમલ જોશી અને ઇકબાલ ફકીર મહોમ્મ્દ શેખ (ત્રણે રહે, ભીલવાડા-રાજ)ને દબોચી લઇ રૂ.8.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર રાજુ ઉર્ફે કાલિયો (રહે,ભીલવાડા-રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા