દિવાળી અને નવાવર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે જરૂરિયામંદ પરિવારો કેટલીકવાર દિવાળી ઉજવણી શકતા નથી, કારણ કે આર્થિક સ્થિતિ સારૂ હોતી નથી પણ આવા પરિવારો માટે સામાજિક સંસ્થાઓ તેમજ આગેવાનો આગળ આવતા હોય છે, આ વચ્ચે બાયડના ધારાસભ્ય એ આવા પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
દિવાળી તેમજ નવા વર્ષના પાવન પર્વ અન્વયે બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ માલપુરના વિવિધ વિસ્તારો માં જરૂરીયાતમંદ પરિવારોને કપડાં, પગરખાં, સ્કૂલ બેગ તથા રમકડાં નું આશરે ત્રણ હજાર નંગ જેટલી વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકર્તા ઓ સાથે મળી ને ગરીબ પરિવારો માં વિતરણ કરવામાં આવતા ગરીબ પરિવારોમાં ખુશી પ્રસરી હતી.