મોડાસા શહેરમાં દિવાળી પર્વમાં ફટાકડાના વેચાણ માટે જુદી જુદી જગ્યાએ હંગામી ધોરણે વેચાણ માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવે છે શહેરના માર્ગ પર ઠેર ઠેર ઉભા થતા ફટાકડા સ્ટોલના પગલે આકસ્મિક ઘટના આગ કે અન્ય બનાવ બનાવની શક્યતાઓને પગલે લોકોની સલામતી જળવાય અને પુરા હર્ષોલ્લાસથી તહેવાર ઉજવણી થઇ શકે તે માટે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર સતત કાર્યશીલ છે વહીવટી તંત્રએ મોડાસા શહેરના કુમકુમ પાર્ટી પ્લોટમાં ફટાકડા બજાર ઉભું કરી અનોખી પહેલ કરતા શહેરીજનોએ તંત્રની સરાહના કરી હતી
અરવલ્લી જીલ્લા પ્રાંત અધિકારી અમિત પરમારે શહેરના માર્ગો પર અલગ-અલગ સ્થળે ઉભા કરવામાં આવતા ફટકડા સ્ટોલને બદલે ફટાકડા સ્ટોલ લાયસન્સ માટે અરજી કરનાર વેપારીઓ સાથે બેઠક યોજી શહેરીજનોની સલામતિને ધ્યાનમાં રાખી ફટાકડા બજાર એક જ સ્થળે ઉભું કરવા માટે સમજાવટ કરતા ફટાકડા સ્ટોલ માટે લાયસન્સની માંગ કરનાર વેપારીઓએ સંમતિ આપતા મોડાસા શહેરના કુમકુમ પાર્ટી પ્લોટમાં ફટાકડા બજાર ઉભું કરવામાં આવ્યું હતું ફટાકડા બજારમાં આગ ની કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ફાયર સેફટી માટે સુવિધા ઉભી કરી હતી ફટાકડા બજારમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે શહેરીજનો ઉમટ્યા હતા અને તંત્રની અનોખી પહેલને સ્ટોલ ધારકો સહીત લોકોએ આવકારી હતી