Advertisementબે રેંકડી ધારકો વચ્ચે રાત્રે 9 વાગે મારામારી ચાલતી હતી આજુબાજુ લોકોનું ટોળું એકઠું થયું હતું ત્યારે બે-બે પોલીસ જીપ ચાર રસ્તા પરથી પસાર થવા છતાં શું થઇ રહ્યું છે તે જોવાની તસ્દી પણ લીધી ન હતી
Advertisement
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ દિવાળી પર્વના તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ છે જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ મોડાસા શહેરમાં ઘોડે સવાર પોલીસ,ડોગ સ્ક્વોડ સાથે મુખ્યમાર્ગ પર ફ્લેગ માર્ચ યોજી હતી બીજીબાજુ ચાર રસ્તા પોલીસ ચોકી પર ફરજ બજાવતા કર્મચારીઓની નજર સામે બે રેકડી ધારક યુવકો અગમ્ય કારણોસર હાથાપાઈ પર ઉતરી આવતા જાણે ચાર રસ્તા બાનમાં લીધું હોય તેમ 20 મિનિટ્સ જેટલો સમય સુધી મારામારી ચાલતી હોવા છતાં પોલીસે આંખો બંધ કરી દીધી હોય તેમ તમાશો જોઈ રહેતા બંને રેંકડી ધારક યુવકો વધુ ઉગ્ર મારામારી પર ઉતરી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા બજારમાં ખરીદી કરવા આવેલ લોકોમાં નાશભાગ મચતા આખરે પોલીસકર્મીઓ દોડી પહોંચી બંને યુવકોની અટકાયત કરી હતી
મોડાસા શહેરની ચાર રસ્તા પોલીસ ચોકી સામે મેઘરજ રોડ પર ટાઉનહોલની બાજુમાં શનિવારે રાત્રે આશરે 9 વાગ્યાની આસપાસ બે રેંકડી ધારક યુવકો વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થયા બાદ ગાલી ગલોચ પછી મારામારી પર ઉતરી આવતા અન્ય ધંધાર્થીઓએ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવા છતાં બંને યુવકો વચ્ચે મારામારી થતા એક યુવકે અન્ય યુવક નશામાં હોવાનો આક્ષેપ કરી પોલીસને સોંપતા પોલીસે અગમ્ય કારણોસર યુવકને છોડી દેતા યુવક ફરીથી સ્થળ પર પહોંચી ઝગડો શરુ કરતા બંને રેકડી ધારક યુવકો બેફામ બની એકબીજાને નીચે પાડી માર મારતા દંગલ સર્જાયું હતું બે યુવકો જાહેર રોડ પર એકબીજાને મારવા દોડતા દિવાળી પર્વમાં ખરીદી કરવા આવેલા લોકોમાં નાસભાગ મચી હતી બંને વચ્ચે ઉગ્ર ઝગડાને પગલે હો…હા થતા છેલ્લે પોલીસ ચોકી પર ફરજ બજાવતા કર્મીઓ દોડી આવી બંનેની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો ચાર રસ્તા પર ફરજ બજાવતા કર્મીઓની આંખ મિચોલી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો