સનાતન ધર્મનો સૌથી મોટો ગણાતો તહેવાર શરૂ થઈ ગયો છે. જે પર્વ ઉજાસનો છે નવી ઉર્જાનો છે જે તહેવાર દરેકની ખુશીનો છે.અરવલ્લી જીલ્લામાં છેલ્લા 6 વર્ષથી કાર્યરત સેવાભાવી સંસ્થા સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા અરવલ્લી જીલ્લાની એકમાત્ર સ્વનિર્ભર તત્ત્વ ઇજનેરી કોલેજ, મોડાસાના સંયુક્ત ઉપક્રમે મોડાસા શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સાથે ગરીબ દિવાળી જેવા મોટો પર્વની ઉજવણી કરવા માટે કીટ વિતરણ કરતા બાળકોના ચહેરાઓ પર અનોખું સ્મિત રેલાયું હતું
મોડાસા શહેરમાં સેવાકીય કાર્યો માટે કાર્યરત સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ અને તત્ત્વ એન્જીનીયરીંગ કોલેજના એન.એસ.એસ યુનિટ દ્વારા શહેરમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકો દિવાળી પર્વની ઉજવણીથી વંચિત ન રહે તે માટે નાસ્તો કરાવી, મીઠાઈ સાથે ફટાકડાની કીટનું વિતરણ કરવાની સાથે બાળકો સાથે ફટાકડા ફોડી અનોખી ઉજવણી કરી હતી માનવતા મહેંકાવતી દિવાળી પર્વની ઉજવણી માં સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સભ્યો તથા તત્વ કોલેજ તરફથી સ્ટાફમિત્રો ઉપસ્થિતિ રહ્યા હતા સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને તત્વ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર જયદત્તસિંહ પુવારે ઉજવણી કીટના દાતાઓનો આભાર વ્યકત કરી ભવિષ્યમાં આવા સેવાભાવિ કાર્યક્રમ યોજી આસપાસના જરૂરિયાતમંદ લોકો વચ્ચે આનંદ પ્રસરાવતા રહેવાની હાકલ કરી હતી.