31.6 C
Gujarat
Wednesday, July 15, 2026
Home HeadLines #CWC23: ભારતનો ‘વિરાટ’ વિજય, ન્યુઝીલેન્ડને 70 રને હરાવી ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં,...

#CWC23: ભારતનો ‘વિરાટ’ વિજય, ન્યુઝીલેન્ડને 70 રને હરાવી ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં, શમીએ સપાટો બોલાવ્યો

0
192

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ-2023ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતીય ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વર્લ્ડ કપની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ તોફાની અંદાજમાં 47 રન કરીને જોરદાર શરૂઆત કરી હતી, જ્યારે વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રન બનાવ્યા હતા. તો બીજી તરફ શ્રેયસ ઐય્યરે 4 ચોગ્ગા અને 8 સિકસરની મદદથી 105 રન બનાવ્યા હતા. બીજી તરફ શુભમન ગિલે 80 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે કેએલ રાહુલે 20 બોલમાં 39 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની ક્રિકેટ મેચમાં ભારતીય ટીમ એ ભવ્ય જીત મેળવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક્સ પર સંદેશ પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી હતી

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો www.meragujarat.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!