38 C
Ahmedabad
Tuesday, May 7, 2024

બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડતા હવે આ ખેલાડીઓ કેપ્ટન બનવાની રેસમાં


  • બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી
  • બાબર 2019માં પાકિસ્તાન ટીમનો કેપ્ટન બન્યો
  • ચાર વર્ષ સુધી ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનો કેપ્ટન રહ્યો

બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે વર્લ્ડકપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, જે બાદ બાબર આઝમે કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. બાબર આઝમે ત્રણેય ફોર્મની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું છે.

Advertisement

બાબર બાદ ટેસ્ટ ક્રિકેટમાં શાન મસૂદ અને T20 ઈન્ટરનેશનલમાં શાહીન શાહ આફ્રિદી કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે. બાબરે ખુદ સુકાની પદ પરથી રાજીનામું આપવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી.

Advertisement

બાબર આઝમે કેપ્ટનશીપ છોડી
બાબર આઝમ 2019માં પાકિસ્તાન ટીમનો કેપ્ટન બન્યો હતો. તે ચાર વર્ષ સુધી ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનો નિયમિત કેપ્ટન હતો. સુકાની પદ છોડવા પર બાબરે સોશિયલ મીડિયા પર લખ્યું, મને હજુ પણ તે ક્ષણ સ્પષ્ટ રીતે યાદ છે જ્યારે મને PCB તરફથી 2019માં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરવાનો કોલ આવ્યો હતો.” તેણે આગળ લખ્યું, વ્હાઈટ બોલ ફોર્મેટમાં નંબર વન પર પહોંચવું એ કોચ, ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટનો સામૂહિક પ્રયાસ હતો, પરંતુ હું આ પ્રવાસ દરમિયાન તેમના અતૂટ સમર્થન માટે પાકિસ્તાની ચાહકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.

Advertisement

બાબરે ત્રણેય ફોર્મેટમાં કેટલી મેચોમાં કેપ્ટનશીપ કરી?
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને આગળ લખ્યું, “આજે હું તમામ ફોર્મેટમાં પાકિસ્તાનના કેપ્ટન પદેથી રાજીનામું આપી રહ્યો છું. આ એક મુશ્કેલ નિર્ણય છે પરંતુ મને લાગે છે કે તેના માટે આ યોગ્ય સમય છે. બાબરે લખ્યું, હું એક ખેલાડી તરીકે ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન માટે રમવાનું ચાલુ રાખીશ. હું મારા અનુભવ અને સમર્પણ સાથે નવા કેપ્ટન અને ટીમને સમર્થન આપવાનું ચાલુ રાખીશ. હું આ નોંધપાત્ર જવાબદારી માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. બાબરે 20 ટેસ્ટ મેચોમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરી છે. આ સિવાય તેણે 43 ODI અને 71 T20 ઈન્ટરનેશનલ મેચોમાં પાકિસ્તાનની કમાન સંભાળી છે.

Advertisement

વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનનું પ્રદર્શન
પાકિસ્તાન વર્લ્ડ કપ 2023 ની 9 લીગ મેચોમાંથી માત્ર 4 જીત્યું હતું અને 5 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!