અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના વસવાટ કરતા લેઉઆ પટેલ સમાજનું દિવાળી પર્વ નિમિત્તે 28મુ સ્નેહ સંમેલન માલપુર લેઉઆ પટેલ સમાજ વાડીમાં દબદબાભેર યોજાયું હતું જેમાં લેઉઆ પટેલ સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ સંમેલનમાં તેજસ્વી તારલાઓ અને સરકારી નોકરી પ્રાપ્ત કરનાર અને સરકારી નોકરી માંથી નિવૃત્ત થયેલ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં મંડળના પ્રમુખ વિનોદ પટેલે હેતભર્યા શબ્દોથી ઉમળકાભેર સ્વાગત કરી મંડળની પ્રેરક પ્રવૃતિઓની વિસ્તૃત માહિતી આપી હતી
માલપુર નગરમાં આવેલ લેઉઆ પટેલ સમાજ વાડીમાં બુધવારે માલપુર લેઉઆ પટેલ સમાજ વિકાસ મંડળનું 28મુ સ્નેહ સંમેલન યોજાયું હતું ,આ સ્નેહ મીલન કાર્યક્રમમાં,સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,સ્નેહ સંમેલન માં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન અને ઈનામ વિતરણ તેમજ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલ કર્મચારીઓ
,શિક્ષણક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર સન્માનીયો ને સન્માનિત કરવામાં આવ્યા હતા સ્નેહ સંમેલનમાં સ્નેહ ભોજન લીધું હતું