અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે નારણપુર – નારસોલી ધોરીમાર્ગ પર કાર્યરત ભિલોડા બ્રહ્માકુમારીઝ ધ્વારા આયોજીત વેપારી સંમેલન યોજાયું હતું.તનાવ મુક્ત જીવન, ધંધા-રોજગારમાં પ્રગતિ અને સંબંધોમાં મધુરતા ફેલાવવા સંદર્ભે સંબોધન કર્યું હતું.વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બી.કે.કુસુમબેન (U.S.A) મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તાએ સંબોધન કર્યું હતું.બી.કે.શોભાબેન, બી.કે.મોહીનીબેન, બી.કે.દિપાલીબેન, મહેમાન પદે ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ, વેપારી એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ પી. ત્રિવેદી, ડો. સુરેન્દ્રભાઈ ડી. પટેલ, શારદાબેન એસ. પટેલ, નીલાબેન કે. પટેલ, વેપારીઓ, મહિલાઓ સહિત બ્રહ્માકુમારીઝ ભાઈઓ – બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભિલોડા બ્રહ્માકુમારીઝ પાઠશાળામાં પાંચ દિવસીય સંબંધોમાં મધુરતા તેમજ વ્યવસાયમાં પ્રગતિ વિષય પર વિશેષ શિબિર નું આયોજન કરેલ હોય સર્વે ભાઈઓ – બહેનોએ લાભ લેવા માટે ભાવભીનું આમંત્રણ છે.તારીખ :- 20 થી 24 નવેમ્બર, 2023 – સમય :- સાંજે 7:00 થી 8:30 સુધી રાખેલ છે.