સ્વીફ્ટ કારમાં દારૂ સાથે ઝડપાયેલ વડોદરાનો ગોપાલ પ્રજાપતિ દધાલિયા ગામનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
AdvertisementAdvertisement
અરવલ્લી SP શૈફાલી બારવાલે બુટલેગરો સામે લાલ આંખ કરી છે જીલ્લાના માર્ગો પરથી દારૂની હેરાફેરી અટકાવવા અને દારૂનો વેપલા કરનાર બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના આદેશના પગલે જીલ્લામાં પ્રોહિબિશનની અમલવારી માટે પોલીસ દોડાદોડી કરી રહી છે પોલીસતંત્ર લિસ્ટેડ બુટલેગરોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે
ટીંટોઈ પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે મોડાસા-શામળાજી હાઇવે પર ફૂટા ગામ નજીક વાહનોનું ચેકીંગ હાથધરતાં વિદેશી દારૂ ભરેલી લાલ કલરની સ્વીફ્ટ કાર શામળાજી થી મોડાસા તરફ પસાર થઇ રહી હોવાની બાતમી મળતા સતર્ક બની બાતમી આધારિત સ્વિફ્ટને અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલક બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે પીછો કરી મરડીયા નજીક સ્વીફ્ટ કાર અટકાવી તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ-57600/- તથા મોબાઇલ અને કાર મળી રૂ.4.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક બુટલેગર ગોપાલ બાબુ પ્રજાપતિ (રહે,ઐશ્વર્યા એપાર્ટમેન્ટ,ઈલોરા વેજ માર્કેટ રોડ, ઓધવપુરા-વડોદરા અને મૂળ રહે,દધાલિયા)ને દબોચી લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
ઇસરી પીએસઆઈ કિરણ દરજી અને તેમની ટીમે પોલીસ સ્ટેશનમાં ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા ઇસરી પોલીસ સ્ટેશનમાં એક વર્ષમાં ત્રણ ત્રણ પ્રોહિબિશન ના ગુન્હામાં સંડોવાયેલ લિસ્ટેડ રાજસ્થાની બુટલેગર વાસુદેવ નાનજી કોપસા (રહે,ઝાંપા-વીંછીવાડા) રાજસ્થાનથી ખાનગી વાહનમાં મુસાફરી કરી રેલ્લાવાડા આવી રહ્યો હોવાની બાતમી મળતા ઈસરી પોલીસ તાબડતોડ રેલ્લાવાડા પહોંચી વાસુદેવ નાનજી કોપસાને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા એકે વર્ષથી ઇસરી પોલીસને હંફાવતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા