સાબરકાંઠા જીલ્લા પોલીસતંત્ર દ્વારા અધિકારીઓ અને પોલીસકર્મીઓના બાળકોના ઉચ્ચ અભ્યાસ અને તેજસ્વી કારકિર્દીની ચિંતા કરી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો
સાબરકાંઠા જીલ્લા પોલીસ વિભાગના પોલીસ અધિકારી અને કર્મચારીઓના બાળકો/ભાઈ-બહેન/પરીવારના સભ્યો તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા બાળકો માટે
કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વરા, પ્રોબેશન નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલા તેમજ RPI પી. જે. પટેલની ઉપસ્થિતિમાં UNACADEMYના સહકારથી તાલીમ ભવન, હેડ ક્વાર્ટર હિંમતનગર ખાતે કરવામાં આવેલ હતું જેમાં ધોરણ 10 અને 12 પછીના વિવિધ અભ્યાસક્રમો વિશે અને ધોરણ 11-12 સાયન્સ અને કોમર્સના વિષયો વિશે UNACADAMYની અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે UPSC/GPSC/ગૌણસેવા પસંદગી મંડળ/SSC/NEET/JEE વિગેરે વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા