અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલની સૂચનાના આધારે પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ઇસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા 7 વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલા અમદાવાદના દીપકરામ વિજય ચૌહાણને મોડાસા શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટહેલતો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પહોંચતા શંકાસ્પદ હાલતમાં એક શખ્સ જોવા મળતા તેની વર્તુણકના આધારે ઝડપી પોકેટ કોપ એપ્લિકેશનમાં આરોપી નું નામ સર્ચ કરતા અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ જોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતો દિપકરામ વિજય ચૌહાણ હોવાનું અને તેની સામે 7 વર્ષ અગાઉ પ્રોહિબિશનનો ઇસરી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા નાસતો ફરતો હોવાથી દબોચી લઇ ઈસરી પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી