33 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી : કલેક્ટર પ્રશસ્તિ પારીકે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારુ આયોજન માટે બેઠક યોજી,ગુરુવારથી જીલ્લામાં યાત્રાનો પ્રારંભ


જીલ્લા કલેકટર : આપણે સૌ સાથે મળીને આપણા અરવલ્લી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ને સફળ બનાવીશું ,વધુમાં વધુ લોકો યોજનાઓનો લાભ લે તેવી અપીલ કરી

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકસિત ભારતની સંકલ્પના સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના સુચારુ આયોજન અને આ યાત્રા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં કલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી સીધી પહોંચાડવાના વડાપ્રધાનના સંકલ્પને જન-જન સુધી લઈ જવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 17 જેટલી કલ્યાણકારી યોજનાઓનો લાભ આ યાત્રા દરમિયાન આપવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે અરવલ્લી સેવાસદન ખાતે મળેલી બેઠકમાં કલેક્ટર પ્રશસ્તિ પારીકએ જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે.

Advertisement

Advertisement

અરવલ્લી કલેક્ટર દ્વારા બેઠકમાં જરૂરી સૂચનો કરવામાં આવ્યા અને હાજર પદાધિકારીશ્રીઓ ને પણ પોતાના વિસ્તારમાં વધારે લોકો જોડાઈ તેવી અપીલ કરવામાં આવી હતી અને અધિકારીઓને સૂચન કરતા જણાવ્યું કે, તાલુકાઓમાં રથ ફરશે અને ઘર આંગણે મળશે , જેનાથી કલ્યાણકારી યોજનાઓનો લાભ લઇ શકશે. તાલુકા કક્ષાએ સંકલ્પ યાત્રાના મોનીટરીંગ સંકલન તેમજ અન્ય તમામ આનુંસંગિક કામગીરી સંબધિત તાલુકા વિકાસ અધકારીઓ અને મામલતદારો એકબીજાના સંકલનમાં રહીને સુવ્યવસ્થિત રીતે આ કામગીરી કરવામાં આવે અને જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને આવરી લેતી આ યાત્રામાં બે “રથ” તેના નિયત રૂટ મુજબ પરિભ્રમણ કરશે અને ‘વિકસિત ભારત, સંકલ્પ યાત્રા’ હેઠળ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જન-જન સુધી સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવશે જેમ દરેક સહભાગી થાય ,જેના થકી લોકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત થાય તેવું જણાવ્યું.

Advertisement

Advertisement

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયા,નિવાસી અધિક કલેક્ટર એન. ડી. પરમાર, ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એન. કુચારા,નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ અને તાલુકા પ્રમુખો અને અન્ય સંગઠનના પદાધિકારિઓ અને સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!