અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં તસ્કરોએ શિયાળાની શરૂઆતની સાથે તસ્કરોએ જમાવટ કરી હોય તેમ ચાર દિવસ અગાઉ શ્યામ સુંદર કોમ્પ્લેક્ષમાં 7 દુકાનોમાં ચોરીના નિષ્ફળ પ્રયાસની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે ડીપ વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્રમાં તસ્કરો ત્રાટકી રોકડ રકમ કે અન્ય કોઈ ચીજવસ્તુ હાથ નહિ લાગતા તસ્કરો સેવાકેન્દ્રનો માલસામાન રફેદફે કરી ઢીલા મોઢે પરત ફર્યા હતા મોડાસા ટાઉન પોલીસે સેવાકેન્દ્રમાંથી કોઈ પણ ચોરી ન થતા સેવાકેન્દ્રના સંચાલકે ફરિયાદ આપવા તૈયાર ન હોવાનું જણાવ્યું હતું શહેરમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા લોકમાંગ પ્રબળ બની છે
મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલ ગજાનંદ કોમ્પ્લેક્ષ માં બેંક ઓફ બરોડાની નજીક આવેલ બેંક ઓફ બરોડાના સેવાકેન્દ્રમાં તસ્કરો મોટી રોકડ રકમ કે મુદ્દામાલનો હાથફેરો કરવા બુધવારે રાત્રીના સુમારે શટરનું તાળું તોડી ઓફિસમાં ત્રાટક્યા હતા ગ્રાહક સેવા કેન્દ્રમાંથી મોટી રકમ કે ચીજવસ્તુ હાથ ન લાગતા તસ્કરોએ ઓફિસનો માલસામાન રફેદફે કરી રફુચક્કર થઇ ગયા હતા ગ્રાહક સેવા કેન્દ્રના સંચાલક ગુરુવારે સવારે શટર તોડેલું જોવા મળતા ચોકી ઉઠ્યા હતા ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ સ્થળ પર દોડી આવી હતી ગ્રાહક સેવાકેન્દ્રમાં પ્રાથમિક તપાસ હાથધરાતા સબસલામત હોવાનું જણાતા કેન્દ્રના સંચાલક અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો