Advertisementઅરવલ્લી-સાબરકાંઠા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ સતર્ક બન્યું,મેડિકલ સ્ટોર્સ અને હોલસેલ દવાના વેપારીઓના ત્યાં તપાસનો દોર ગમે તે ઘડીએ
પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં…!!AdvertisementAdvertisement
ગુજરાતમાં હેરોઈન, MD ડ્રગ, ચરસ, ગાંજો સહીતના નશાકારક દ્રવ્યોના નશાના રવાડે યુવા વર્ગ ચઢી ગયો છે યુવાઓ મોંઘા ડ્રગ્સના રવાડે ચઢ્યા બાદ ડ્રગ્સના વિકલ્પ તરીકે મેડિકેટેડ ડ્રગ લેતો થઈ ગયો છે.કોડીન યુક્ત સિરપ પર સરકારે પ્રતિબંધ ફરમાવતા હવે યુવા વર્ગ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સિરપનો નશો કરી કિક મેળવી રહ્યો છે રાજ્યના અનેક શહેરોમાં મેડિકલ સ્ટોર્સ ઉપરાંત પાન-કરિયાણાની દુકાન ઉપર ખુલ્લેઆમ આયુર્વેદના નામે આવા સિરપનું વેચાણ થતું હોવાની બૂમો ઉઠી છે નશા માટે આયુર્વેદિક સિરપનો ઓવરડોઝ મૃત્યુ નોંતરી શકે છેની ચર્ચા વચ્ચે ખેડા જીલ્લામાં નશા માટે આયુર્વેદિક સિરપનું સેવન કરનારા 6 જેટલા લોકો મોતને ભેટતા સરકાર સફાળી જાગી છે અને સમગ્ર રાજ્યમાં નશાયુક્ત આયુર્વેદિક સિરપનું વેચાણ અટકાવવા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રને આદેશ આપવામાં આવ્યો છે
અરવલ્લી SP શૈફાલી બારવાલ પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે પ્રયત્નશીલ રહેતા મહદંશે દેશી-વિદેશી દારૂની બદી પર કાબુ મેળવવામાં પોલીસતંત્ર સફળ રહ્યું છે ખેડા જીલ્લામાં સિરપ કાંડની ઘટનાના પગલે જીલ્લા પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે અને સોશ્યલ મીડિયાનો સહારો લઇ જીલ્લામાં કોઈ પણ સ્થળે નશાયુક્ત આયુર્વેદિક સિરપનું વેચાણ થતું હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સની બેધારી નીતિના પગલે નશાયુક્ત કોડીન સિરપ અને આયુર્વેદિક સિરપનું વેચાણ થતું હોવાની બૂમો ઉઠી છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં આયુર્વેદિક નશાયુક્ત સિરપના નામે પોલીસતંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સની કનડગત વધે તેવી સ્થિતિનું નિર્માણ થવાની દહેશત બંને જીલ્લાના કેમિસ્ટ મિત્રોમાં ચર્ચાએ જોર પકડ્યું છે