28 C
Ahmedabad
Wednesday, May 15, 2024

તો ન છૂટકે સરકારી કચેરીને તાળાબંધી કરાશે ,વિજયનગર વિસ્તાર વનવિભાગ દ્વારા સ્થાનિક કોન્ટ્રાક્ટરોને પ્રમાણપત્ર મુદ્દે ન્યાય નહિ મળતાં મામલતદારને આવેદનપત્ર


કહેવાતી ગેરરીતિની તપાસ તકેદારી આયોગ દ્વારા કરવા અને ત્યાં સુધી કોઈની બદલી ન કરવા પણ માંગ

Advertisement

Advertisement

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ જંગલ વિસ્તાર સાથે જોડાયેલા સ્થાનિક કોન્ટ્રકટરોને વન વિભાગ દ્વારા જરૂરી પ્રમાણપત્રો નહીં અપાતા આ અંગે રોષે ભરાયેલા લોકોએ ફરી એકવાર આજરોજ મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી દોહરાવી હતી. અને આ મુદ્દે આગામી બે દિવસમાં તટસ્થ તપાસના આદેશ નહીં કરાય તો વન ખાતાની સરકારી કચેરીને તાળાબંધી કરવામાં આવશે એવી તાકીદ પણ આ આવેદનપત્રમાં કરાઈ છે.

Advertisement

Advertisement

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વિજયનગર વિસ્તારમાં વન વિભાગમાં નિવિદા નં ૪ સને ૨૦૨૩-૨૪ માં સ્થાનિક કોન્ટ્રેટોરો ને સ્થળ નિરીક્ષણ અંગે પ્રમાણપત્ર નહિ આપવાનો ઇન્કાર કરી વન વિભાગ ના કર્મચારી દ્વારા કરવામાં અન્યાય આવેલ છે. આ મુદ્દે આ અગાઉ પણ જિલ્લા કલેકટરને તેમજ નાયબ વનશરક્ષક સાબરકાંઠા રજૂઆત બાદ પણ આદિવાસી કોન્ટ્રકટરોને ન્યાય આપવામાં નહિ આવતા આ મુદ્દે સ્થનિક મજુર મડળ અને કોન્ટ્રાક્ટરોએ
ફરી એકવાર આવેદનપત્ર આપવું2 પડ્યું છે.

Advertisement

Advertisement

ગુજરાત સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર તમામ કર્મચારી સામે તપાસ કરી પગલાં લેવાની માંગણી કરવા છતાં કોઈ કાર્યવાહી નહિ થતા એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે એમ જણાવી . આવેદનપત્ર દવસદ5 જણાવાયું છે કે તપાસ થતી નથી પછી સ્થાનિક લોકોને ન્યાય કયાંથી મળે? અને હાલ વર્ક ઓર્ડર આપી દીધેલ છે. આ ગેરરીતિ ની તાપસ તકેદારી આયોગ દ્વારા કરવામાં આવે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ની બદલી થાય તો છુટ્ટા ન કરવા હુકમ કરવામાં આવે તેવી તેવી પણ રજુઆત કરવામાં આવી છે

Advertisement

Advertisement

કહેવાતી ગેરીરીતી કરનાર વનવિભાગ તેમજ તાલુકા વિકાસ અધિકારી ગેરિરીતિ કરી માહિતી ન આપતા આ મુદ્દે અનેક રજૂઆત મુખ્ય મંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કર્યા પછી પણ ન્યાય મળતો નથી. આજરોજ આપેલ આવેદનપત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે આ મુદ્દે આગામી બે દિવસમાં તપાસનો આદેશ નહિ થાય તો સરકારી કચેરીને તાળાબંધી કરવાની ફરજ પડશે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!