અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર ભારે પડી રહ્યું હોય તેમ વિવિધ વાહનો મારફતે રાજ્યમાં વિદેશી દારૂ ઠાલવવાના નિતનવા નુસ્ખાને નિષ્ફ્ળ બનાવી રહ્યું છે માલપુર પોલીસે ટીસ્કી ગામ નજીક હાઇવે પર ઇકો કારમાંથી 648 બિયર ટીન જપ્ત કર્યા હતા શામળાજી પોલીસે વધુ એક વાર લકઝુરિયસ કાર મારફતે થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી એમજી હેકટર માંથી 1320 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો બુટલેગરો ફરાર થતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
માલપુર પીએસઆઈ એસ.ડી.માળી અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વોચ ગોઠવતા રીંછવાડ તરફથી દારૂ ભરેલી ઇકો કાર ટીસ્કી હાઇવે તરફ આવી રહી હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ ટીસ્કી હાઇવે પર પહોંચતા બુટલેગર પોલીસ વોચ જોઈ કાર રોડ પર મુકી ઉભા ખેતરમાં ફરાર થઇ જતા બિનવારસી ઈકો કારની તલાસી લેતા ગાડી માંથી બિયર ટીન નંગ-648 કીં.રૂ.97200 અને કાર મળી રૂ.597200/-નો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું રાઉન્ડ ધી ક્લોક ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી બુટલેગરો સામે તવાઈ બોલાવી છે રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી એમજી હેકટર ગાડીને અટકાવવા ઈશારો કરતા કાર ચાલકે ફુલસ્પીડે કાર મારી મુકતા શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈએ એમજી હેકટર કારનો પીછો કરતા હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા એમજી હેકટરનું ડ્રાઇવર સાઈડનું ટાયર ફૂટતા કાર ચાલક બુટલેગર અને તેનો સાથીદાર કાર રોડ સાઈડ મૂકી ફરાર થઇ જતા કારનો પીછો કરતી પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ-બિયર ટીન નંગ-1320 કીં.રૂ.187080/- અને કાર મળી કુલ રૂ.1687080/-નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા