32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

અરવલ્લી : માતેલા સાંઢની માફક ડમ્પરે બાઇકને ટક્કર મારતા ત્રણ યુવકોના કમકમાટી ભર્યા મોત,અંબાસરમાં એક સાથે ત્રણ અર્થી ઉઠી


અંબાસર ગામના ત્રણે યુવકોને મોડી રાત્રે ગામ નજીક ડમ્પર રૂપી કાળ ભરખી ગયો
અંબાસર જેવા નાના ગામમાં એક સાથે ત્રણ અર્થી ઉઠતા ગામ શોકમાં ડૂબ્યું, ગામમાં કેટલાય ચૂલા ન સળગ્યા

Advertisement

અરવલ્લી જીલ્લાના માર્ગ પર રાત્રીના સુમારે ગેરકાયદેસર ખનીજ વહન કરતા માફિયાઓ બેફામ બની રહ્યા છે ડમ્પરમાં ઓવરલોડ ખનીજ ભરી માતેલા સાંઢની માફક રોડ પર હંકારતા અનેક નિર્દોષ લોકોનો પ્રાણ લઇ લીધા છે વડાગામ પંથકમાં કપચી સહીત ખનીજનું વહન કરતા ડમ્પર અકસ્માત રૂપી બોંબ સાબિત થઇ રહ્યા છે આરટીઓ,ખાણ ખનીજ અને પોલીસની ધુતરાષ્ટ્ર નીતિના પગલે અનેક નિર્દોષ વાહન ચાલકો ડમ્પરની અડફેટે મોતને ભેટી ચુક્યા છે

Advertisement

Advertisement

ધનસુરા તાલુકાના અંબાસર ગામ નજીક ડમ્પરે બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર અંબાસર ગામના ત્રણે યુવકોનું સ્થળ પર પ્રાણપંખેરું ઉડી ગયું હતું ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો અકસ્માતના પગલે અંબાસર ગામના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા મોડી રાત્રે પરિવારજનોના આક્રંદના પગલે રોડ મરાસિયાથી ગુંજી ઉઠ્યો હતો ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર મૂકી ફરાર થઇ ગયો હતો અકસ્માતના પગલે ધનસુરા પોલીસ દોડી આવી હતી ત્રણે મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

Advertisement

અંબાસર ગામના દીપકસિંહ કોદરસિંહ સોલંકી બાઈક લઇ ગામના સિધ્ધરાજસિંહ વક્તુસિંહ પરમાર અને અજયસિંહ નટવરસિંહ પરમાર નામના મિત્ર સાથે મોડી રાત્રે બાઈક લઇ કામકાજ અર્થે રોજડ ગામ નીકળ્યા હતા ગામની બહાર થોડે દૂર રોડ પર ડમ્પરરૂપી કાળનો ભેટો થતા પુરપાટ ઝડપે બેફામ ગતિએ પસાર થતા ડમ્પર ચાલકે બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર ત્રણે યુવકોના શરીરે ગંભીર ઈજાઓ થતા રોડ પર લોહીની નદીઓ વહી હતી ત્રણે યુવકો સ્થળ પર મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાને પગલે ધનસુરા પોલીસે ડમ્પર જપ્ત કરી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

Advertisement

અંબાસર ગામના ત્રણ યુવકોના અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે શોકગની છવાઈ હતી ત્રણ યુવકોના મોતને પગલે રવિવારે ગામમાં ચૂલા પણ સળગ્યા ન હતા ત્રણે યુવકોની એક સાથે અર્થી ઉઠતા ગામ આખું રડી પડ્યું હતું કોણ કોને આશ્વાસન આપે તેવી સ્થિતિ સર્જાઈ હતી વડાગામ,રોજડ પંથકમાં બેફામ ગતિએ હંકારતા ડમ્પરો સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની હતી

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!