ટ્રકમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલ એક બુટલેગર વર્ષ-2021માં શામળાજી પોલીસ સ્ટેશનમાં દારૂના ગુન્હામાં વોન્ટેડ હતો
ટ્રક ચાલકો 20 થી 30 હજારની લાલચમાં માલસામાનની આડમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોનો હાથો બની રહ્યા છે
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પરથી ગુજરાતમાં ઠલવાતા વિદેશી દારૂ પર રોક લગાવવામાં પોલીસતંત્ર મહદંશે સફળ રહ્યું છે શામળાજી પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવતા 24 કલાકમાં વધુ એક ટ્રકમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપી પાડી બે ટ્રક અને લકઝુરિયસ કાર મળી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે શામળાજી પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પર સતત વોચ ગોઠવી બાતમીદારો સક્રિય કરી 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ કરવાના બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે ગત રોજ ટ્રક કન્ટેનરમાંથી 7 લાખથી વધુનો શરાબ ઝડપ્યાના 24 કલાકમાં સતત મગફળી ભરેલ ટ્રકમાંથી 8.40 લાખના દારૂ સાથે બે બુટલેગરોને દબોચી લીધા હતા
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ કરતા ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત ટ્રક આવતા અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી મોટી માત્રામાં મગફળીના કટ્ટા ભરેલ હોવાથી ભારે જહેમત બાદ મગફળીના કટ્ટા હટાવી પ્લાસ્ટિક થેલીના કાર્ટૂન બનાવી અંદર સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-1068 કીં.રૂ.752340/ નો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના ટ્રક ચાલક મહેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ડુંગરસિંહ રાજપૂત અને ઉદેસિંહ લક્ષ્મણસિંહ રાજપૂતને ઝડપી પાડી દારૂ , મગફળીનો જથ્થો અને ટ્રક મળી રૂ.25.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકમાં દારૂ ભરી આપનાર રાજસ્થાની બુટલેગર 1)નારાયણસિંહ લાલસિંહ રાજપૂત,2)સુરેશચંદ્ર ગિરધારીલાલ સાલ્વી,3)શંકરસિંહ રાજપૂત અને 4) ગોપાલસિંહ છોગસિંહ રાજપૂત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા