અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સતત જીલ્લા પોલીસ દોડાદોડી કરી રહી છે.બાયડ પોલીસે હૂંડાઈ કંપનીની સેન્ટ્રો ગાડીમાંથી ૨૨ હજારનું ગૌ-વંશના માસની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પડ્યા હતા.
બાયડ પીઆઇ એસ.ડી.ગિલવા અને તમેની ટીમ બાયડ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા હૂંડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી નંબર જી.જે.૦૧.એસએલ.૨૯૧૨ માં માંસ ભરી ડેમાઈ રોડ તરફ થી બાયડ તરફ આવે છે બાતમીના આધારે ગાડીની તલાસી લેતા ગાડીમાંથી ગૈ-વંશનું માંસ ૨૨૦ કિ.ગ્રા જેની કિમંત રૂ.૨૨૦૦૦/- હૂંડાઈ કંપનીની ગાડી કિંમત રૂ.૨.૫૦ હજાર ,મોબાઇલ ફોન નંગ-૨, કિંમત રૂ.૧૦,૦૦૦ કુલ મુદ્દમાલ કિંમત રૂ.૨,૮૨,૦૦૦/-નો મુદ્દમાલ કબ્જે કરી (૧) પરવેઝ ઇસરાર મોહંમદ(કુરેશી) હાલ રહે.મીરઝાપુર ટોરેન્ડ પાવર,ટેલિફોન ઓફિસ મરહવા ફ્લેટ અમદાવાદ (૨) અરમાન અબરાર કુરેશી હાલ રહે.મીરઝાપુર ટોરેન્ડ પાવર,ટેલિફોન ઓફિસ મરહવા ફ્લેટ અમદાવાદ બંને આરોપી ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.