અરવલ્લી જીલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસી ટીવી કેમેરાના ઉપયોગથી ચોરી, લુંટ, ચીલ ઝડપ, હીટ એન્ડ રન-અકસ્માત, અપહરણ-ગુમ ગુન્હા બાદની તપાસમાં અનેક કેસ શોધવામાં મદદ મળી છે મોડાસા શહેરમાં રહેતા એક શિક્ષકનો મોબાઈલ ગાડીમાંથી ઉતરતા પડી જતા રોડ પરથી પસાર થતા એક્ટિવા ચાલકને મળતા લોટરી લાગી હોય તેમ લલચાઈ મોબાઈલ માલિકને પરત કરવાના બદલે ઘરે લઇ જતો રહ્યો હતો શિક્ષકે નેત્રમની મદદ લેતા નેત્રમ શાખાની ટીમે સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરો એક્ટિવા ચાલાકને શોધી કાઢી મોબાઈલ પરત અપાવ્યો શિક્ષકનો 18 હજારનો ગુમ મોબાઈલ નેત્રમ ટીમે પરત અપાવતા નેત્રમ ટીમને આભાર વ્યક્ત કર્યો હતો
ભિલોડામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મોડાસા શહેરની શ્યામ રેસિડેન્સીમાં રહેતા ધર્મેન્દ્ર નવજીભાઈ પટેલ બુધવારે સાંજે નોકરીથી પરત આવતા પેલેટ ચોકડી નજીક ગાડીમાંથી ઉતરતા સમયે ખિસ્સામાંથી મોબાઇલ પડી ગયો હતો શિક્ષક ઘરે પહોંચતા મોબાઈલ પડી ગયાની જાણ થતા હોફાળા-ફોંફાળા બની પેલેટ ચોકડી પહોંચતા મોબાઇલ ન મળતા નેત્રમ શાખાનો સંપર્ક કરતા નેત્રમ PSI જે.એચ.ચૌધરી અને તેમની ટીમે નેત્રમ કેમેરાના સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરતા શિક્ષક ગાડી માંથી ઉતરતા સમયે મોબાઈલ નીચે પડેલ જોવા મળતા અને પાછળ આવતા એક્ટિવા ચાલકને મોબાઈલ મળતા મોબાઈલ લઇ જતો રહ્યો હોવાનું જણાતા પોલીસે એક્ટિવાના નંબરના આધારે એક્ટિવા ચાલકને શોધી કાઢી મોબાઈલ માલિકને પરત અપાવ્યો હતો