રાજસ્થાન રાજ્યને અડીને આવેલ અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો વિવિધ વાહનો મારફતે વર્ષે દહાડે કરોડો રૂપિયા નો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર માટે પ્રાંતીય અને પરપ્રાંતીય બુટલેગરો દ્વારા જીલ્લા માર્ગે ઠલવાતા દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવવા સઘન પેટ્રોલિંગ અને બાતમીદારો સક્રિય કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ખેપ અને વેપલાને નિષ્ફળ બનાવી રહી છે ત્યારે શામળાજી નજીક આવેલ સેલટેક્ષ ગ્રાઉન્ડમાં જીલ્લાના 5 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ 40 લાખના દારૂ પર બુલડોઝર ફેરવી દઈ નાશ કર્યો હતો
અરવલ્લી જીલ્લાના બાયડ પ્રાંત વિસ્તારમાં આવેલ ધનસુરા,બાયડ,માલપુર, સાઠંબા અને આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે વિવિધ વાહનોમાંથી અને વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો પાસેથી પ્રોહિબિશન એક્ટ હેઠળ 134 ગુન્હામાં જપ્ત કરેલ 40 લાખના વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-2450 પર શામળાજી સેલટેક્ષ ગ્રાઉન્ડમાં બાયડ પ્રાંત અધિકારી હાર્દિક બેલાણીયા, જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી અને પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને કર્મીઓની ઉપસ્થિતિમાં રોલર ફેરવી દીધું હતું દારૂના અધધ જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવાતાં વિદેશી દારૂની બોટલનો કચ્ચરઘાણ નીકળતા દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા.