અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી દોડાદોડી કરી રહી છે એલસીબી પોલીસે મોડાસાના હજીરા વિસ્તારમાંથી બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા 4 વર્ષથી નાસતા-ફરતા રાજસ્થાની બુટલેગર પ્રવીણ ખેમા ગાટીયાને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ચાર વર્ષ અગાઉ મોડાસા રૂરલ અને ધનસુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ પ્રવીણ ખેમા ગાટીયા (રહે,ટેગરવાડા, ડુંગરપુર -રાજસ્થાન)નામનો આરોપી શામળાજીથી નીકળી મોડાસા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે હજીરા સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી બાતમી આધારીત પ્રવીણ ખેમા ગાટીયા પહોંચતા કોર્ડન કરી ઝડપી પાડતા બુટલેગરના મોતીયા મરી ગયા હતા એલસીબી પોલીસે છેલ્લા ચાર વર્ષથી મોડાસા રૂરલ અને ધનસુરા પોલીસને હંફાવતા બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી