શારદાબેન ભગોરા ભિલોડા તાલુકાના ગંભીરપુરા પ્રા. શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવે છે. તેઓ બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા ઘણા વર્ષોથી જુદી-જુદી શૈક્ષણિક, ગાણિતિક, વૈજ્ઞાનિક, રમત-ગમત , ચિત્ર, જનરલ નોલેજ, સાંસ્કૃતિક વગેરેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા પ્રવૃત્તિઓ કરાવે છે. બાળકોને પ્રોત્સાહિત કરવા ઈનામ પણ આપે છે.પોતાની શાળા ઉપરાંત આજુ-બાજુની શાળાના બાળકોને પણ ઈનોવેટિવ પ્રવૃત્તિ કરાવી પ્રોત્સાહન પુરુ પાડે છે.
ખરેખર દરેક શિક્ષક શારદાબેન ભગોરાની જેમ શિક્ષણ રથ ચલાવે તો ભવિષ્યમાં રાષ્ટ્ર માટે સારા યુવાનો બહાર આવી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે છે.