29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : જીલ્લાના પ્રજાજનોને મૂંઝવતો પ્રશ્ન..? જીલ્લામાં MLA કેટલા ..!! 10થી વધુ...

અરવલ્લી : જીલ્લાના પ્રજાજનોને મૂંઝવતો પ્રશ્ન..? જીલ્લામાં MLA કેટલા ..!! 10થી વધુ લકઝૂરિયસ કાર પર MLA GUJARAT ની નેમ પ્લેટ

0
334

જીલ્લામાં કારના ડેસ્ક બોર્ડ પર અને SUV ગાડીના ડેસ્ક બોર્ડ પર MLA GUJARAT ની નેમ પ્લેટ લગાવી કેટલાક શખ્સો રોફ જમાવતા હોવાની ચર્ચા
MLA GUJARAT નેમ પ્લેટ સાથે ફરતા લકઝુરિયસ વાહનોમાં બ્લેક ફિલ્મ પણ પોલીસની આંખે “કાળી પટ્ટી”
ધારાસભ્યના સગા-સબંધીઓની કાર પર પણ  ની નેમ પ્લેટ લગાવી રોલો પાડતા લોકોમાં અચરજ
ફક્ત ધારાસભ્ય જ તેમના વાહન પર MLA GUJARAT ની નેમ પ્લેટ લગાવી શકે છે
સામાન્ય રીતે નિયમ મુજબ MLA પોતે લગાવી હોય તો ઠીક, અહીં તો….જવાદો….

ગુજરાતમાં અસલીના નામે નકલીની ભરમાર જોવા મળી રહી છે પીએમઓ અને સીમએમઓના નકલી અધિકારી, આખેઆખી નકલી કચેરી,નકલી આઇપીએસ થી લઇ નકલી ડીવાયએસપી બની સરકાર અને લોકોને ઠગતા ભેજાબાજોના કિસ્સા સતત બહાર આવી રહ્યા છે ત્યારે નકલી મંત્રીના પીએ બની લોકો સરકારી કચેરીઓમાં રોફ જમાવી રહ્યા હોવાની સાથે તેમના અને તેમના મળતિયાના કામકાજ કઢાવવાની અનેક ઘટનાઓ બની રહી છે અરવલ્લી જીલ્લામાં ત્રણ વિધાનસભા બેઠક પર ત્રણ ધારાસભ્યને લોકોએ ચૂંટીને મોકલી આપ્યા છે ત્યારે જીલ્લામાં દસથી વધુ વાહનો પર MLA GUJARAT અને ધારાસભ્ય લખેલ નેમ પ્લેટ સાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનોમાં અનેક તર્ક વિતર્ક પેદા થયા છે

અરવલ્લી જીલ્લાની બે વિધાનસભાની બેઠક પર ભાજપના ધારાસભ્ય અને બાયડ બેઠક પર અપક્ષ ધારાસભ્ય વિજેતા બન્યા હતા જોકે અપક્ષ ચૂંટાયેલ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપને સમર્પિત થતા જીલ્લામાં ત્રણે બેઠકો પર ભાજપનો દબદબો છે જીલ્લામાં ત્રણ ધારાસભ્યના ત્રણ વાહનોના બદલે જીલ્લામાં 10 થી વધુ લકઝુરિયસ કાર અને SUV ગાડી પર MLA GUJARATના નેમ પ્લેટ સાથે ફરતા જોવા મળવાની સાથે કેટલાક વાહનમાં ધારાસભ્ય ન હોવા છતાં MLA GUJARAT લખેલ વાહનોમાં ફરતા ધારાસભ્યોના સગા-સંબંધી કે તેમના નિકટના વ્યક્તિઓ લોકોમાં પ્રભાવ ઉભો કરી રહ્યા હોવાની સાથે પોલીસ તંત્ર અને સરકારી કચેરીઓમાં સામે રોલો પાડી રહ્યા હોવાની બૂમો ઉઠી છે તેમજ સરકારી કચેરીઓમાં તેમના અંગત કામકાજ માટે અધિકારીઓ અને કર્મીઓને દમદાટી પણ આપતા હોવાની સરકારી કચેરીઓમાં ચર્ચાનો દોર શરુ થયો છે ત્યારે જિલ્લાના પ્રજાના પ્રતિનિધિ એવા ત્રણે ધારાસભ્યએ આ અંગે ઘટતું કરવું જોઈએ તેવું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!