અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા માટે શખ્ત કાર્યવાહી હાથધરી છે જીલ્લામાં જુગારધામ બંધ થવાની સાથે શહેરી વિસ્તારોમાં વરલી-મટકાના આંક ફેરનો જુગાર રમાડતા શકુનિઓ હાઈટેક બની મોબાઈલ એપ્લિકેશન મારફતે મોટા પ્રમાણમાં જુગાર રમાડી અનેક પરિવારોને બરબાદીની ગર્તામાં ધકેલી રહ્યા છે બાયડ પોલીસે જુના બસ સ્ટેન્ડ પાસે ગલીમાં વરલી-મટકાના આંક ફેરનો જુગાર રમાડતા ફિરોજખાન ઉસ્માનખાન બલોચને દબોચી લીધો હતો
બાયડ પ્રોબેનશનલ પીઆઈ એસ.ડી.ગિલવા અને પીએસઆઈ એન.આર.રાઠોડ અને તેમની ટીમે બાયડ શહેરમાં પેટ્રોલિંગ હાથધરતા જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ગલીમાં એક શખ્સ વરલી-મટકાનો જૂગાર રમાડતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ બાતમી સથળે ગલીમાં રેડ કરી જુગારના આંકડા લખતા કસ્બાના ફિરોજખાન ઉસ્માનખાન બલોચ નામના શકુનીને ઝડપી પાડી તેની અંગ જડતી લેતા તેની પાસેથી રૂ.450/-રોકડા અને જુગારનું સાહિત્ય જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી